TATA એ એર ઈન્ડિયાને આપી નવી ઓળખ, હવે મહારાજાની જગ્યાએ આ લોગો જોવા મળશે
AIR INDIA NEW LOGO: ટાટા ગ્રુપની એરલાઇન એર ઇન્ડિયાએ ગુરુવારે તેના નવા લોગો અને ડિઝાઇનનું અનાવરણ કર્યું હતું. એટલે કે એર હવે નવા લોગો, બ્રાન્ડ અને ઓળખ સાથે જોવા મળશે. એર ઈન્ડિયા છેલ્લા 15 મહિનાથી નવા લોગો પર કામ કરી રહી હતી. એર ઈન્ડિયાનો નવો લોગો અસીમિત સંભાવાનાનું પ્રતીક દર્શાવે છે. એર ઈન્ડિયાએ તેના લોગોના ભાગ રૂપે લાલ, સફેદ અને જાંબલી રંગો બકરાર રાખ્યા છે.
ટાટા સન્સના ચેરમેન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે નવો લોગો અપાર સંભાવનાઓ અને આત્મવિશ્વાસ દર્શાવે છે. એર ઈન્ડિયાએ ગુરુવારે સાંજે એક લાઈવ ઈવેન્ટમાં તેનો નવો લોગો રજૂ કર્યો. એર ઈન્ડિયાના નવા લોગોનું નામ ‘ધ વિસ્ટા’ હશે. એરલાઈને તેની નવી ટેલ ડિઝાઈન અને થીમ સોંગ પણ જાહેર કર્યું.
એર ઈન્ડિયાએ તેના લોગોના ભાગ રૂપે લાલ, સફેદ અને જાંબલી રંગો જાળવી રાખ્યા છે.ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરનએ જણાવ્યું હતું કે મહારાજા તે જ હશે જે હાલમાં અમારી પાસે છે, પરંતુ થોડા અપડેટ્સ સાથે. અમે તેને થોડું ફિટ બનાવ્યું છે. નવો એર ઇન્ડિયા લોગો એ એરલાઇનની નવી ઓળખ અને રિબ્રાન્ડિંગનો ભાગ છે. તેમણે કહ્યું કે આજે અમે એર ઈન્ડિયાને એક નવા વિઝન સાથે રજૂ કરી રહ્યા છીએ.
ઈવેન્ટ દરમિયાન, ચંદ્રશેખરને કહ્યું કે એર ઈન્ડિયાએ તેની પુનઃબ્રાન્ડિંગ અપાર સંભાવનાઓ અને આત્મવિશ્વાસ સાથે કરી છે. તેમણે કહ્યું કે 15 મહિનાની સફરમાં અમે એર ઈન્ડિયાને શ્રેષ્ઠ અનુભવ, ટેકનોલોજી, ગ્રાહક સેવા અને સેવા સાથે વિશ્વની શ્રેષ્ઠ એરલાઈન બનાવવા માંગીએ છીએ. છેલ્લા 12 મહિનાથી, એક મજબૂત થીમ વિકસાવવામાં આવી છે અને એરલાઇનના તમામ કર્મચારીઓને અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે.
એર ઈન્ડિયાના સીઈઓ અને એમડી કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે, નવી બ્રાન્ડ એર ઈન્ડિયાની વિશ્વભરમાં મહેમાનોને સેવા આપતી વિશ્વ કક્ષાની એરલાઈન બનવાની મહત્વાકાંક્ષાને પ્રતિબિંબિત કરે છે. નવા લોગોને ફ્યુચરબ્રાન્ડ સાથે મળીને ડિઝાઇન કરવામાં આવ્યો છે. એર ઈન્ડિયાના મુસાફરોને ડિસેમ્બર 2023થી પ્લેનમાં નવો લોગો જોવા મળશે. એર ઈન્ડિયાનું પ્રથમ એરબસ A350 એરક્રાફ્ટ તેના કાફલામાં નવા લોગો સાથે જોડાશે.