તામિલનાડુ:કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ખુશ્બુ સુંદર બીજેપીમાં શામેલ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

તામિલનાડુની રાજનીતિમાં કોંગ્રેસને ઝટકો દેવા વાળો બદલાવ થયો છે. પ્રખ્યાત અભિનેત્રી અને નેતા ખુશ્બુ સુંદરે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે ત્યાર પછી હવે ભારતીય જનતા પક્ષ જોીન કર્યો છે. નોઁધનીય છે કે બીજેપીના હેડક્વાટરમાં તેમણે પક્ષની સદસ્યતા હાંસલ કરી છે. નોંધનીય છે કે રાજકીય ક્ષેત્રની વાત કરીએ તો અંદાજીત એક દશકામાં ખુશ્બુ સુંદરનો આ ત્રીજું રાજકીય ઠેકાણું છે.

ખુશ્બૂ સુંદરે સૌથી પહેલા ડીએમકેમાં જોડાઈ હતી. ત્યારે ડીએમકેની કમાન એમ. કરુણાનિધિના હાથમાં હતી. તેમની નેતાગીરીમાં ખુશ્બૂએ પોતાની રાજનીતિની શરૂઆત કરી હતી. ત્યારબાદ 2014માં ખુશ્બુ સુંદર કોંગ્રેસમાં જોડાઈ ગઈ હતી. કોંગ્રેસ નેતા તરીકે તે મુખરતા થી પોતાની વાત રજુ કરી હતી. ટીવી ડિબેટ્સમાં અનેક મુદ્દાઓ પર તે કોંગ્રેસ પાર્ટીનો બચાવ કરતી હતી.

તામિલનાડુની અભિનેત્રી માંથી રાજનેતા બની ખુશ્બુ સુંદરે કોંગ્રેસ પાર્ટીની પ્રાથમિક સદસ્યતાથી રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની અંતરીમ અધ્યક્ષ સોનિયા ગાંધીને કાગળ લખીને ખુશ્બુ સુંદરે પાર્ટીમાં મોટા ગજાના અને ઉચ્ચ પદ પર બેઠેલા નેતાઓ દ્વારા દબાણ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. નોઁધનીય છે કે ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ખુશ્બુ સુંદર ભારતીય જનતા પાર્ટીમાં શામિલ થાય તેવી શક્યતાઓ જણાવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.