સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ હેક, નામ બદલ્યું, ક્રિપ્ટોકરન્સી સંબંધિત વીડિયો અપલોડ કર્યા
ભારતની સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ હેક કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ હવે આ ચેનલ પર સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાની જગ્યાએ રિપલ નામની ચેનલ દેખાઈ રહી છે. આ ચેનલ પર પહેલા સુપ્રીમ કોર્ટને લગતા વીડિયો આવતા હતા, હવે ક્રિપ્ટોકરન્સી સંબંધિત વીડિયો આખી ચેનલ પર દેખાઈ રહ્યા છે.
સર્વોચ્ચ અદાલત બંધારણીય બેન્ચ અને જાહેર હિતના મુદ્દાઓ સમક્ષ સૂચિબદ્ધ કેસોની સુનાવણી સ્ટ્રીમ કરવા માટે YouTube નો ઉપયોગ કરી રહી છે. એવું માનવામાં આવે છે કે સુપ્રીમ કોર્ટના વીડિયોને હેકર્સ દ્વારા ખાનગી બનાવી દેવામાં આવ્યા છે. બાર અને બેંચના જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટ પ્રશાસન હાલમાં યુટ્યુબ ચેનલના હેકિંગની તપાસ કરી રહ્યું છે.