ગુજરાતમાં ‘બુલડોઝર જસ્ટિસ’ પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી, કહ્યું- આરોપીઓને સજા આપવાનું કામ કોર્ટનું છે
નવી દિલ્હીઃ ગુજરાતના એક વ્યક્તિની અરજી પર સુપ્રીમ કોર્ટે ‘બુલડોઝર જસ્ટિસ’ પર કડક ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈ વ્યક્તિના ઘર પર બુલડોઝરનો ઉપયોગ માત્ર એટલા માટે કરી શકાય નહીં કારણ કે તે એક કેસમાં આરોપી છે. આરોપી દોષિત છે કે નહીં તે નક્કી કરવાનું કામ કોર્ટનું છે. કાયદાના શાસનથી સંચાલિત આ દેશમાં, વ્યક્તિની ભૂલની સજા તેના પરિવારના સભ્યો વિરુદ્ધ કાર્યવાહી કરીને અથવા તેનું ઘર તોડીને આપી શકાતી નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોર્ટ આવા બુલડોઝરની કાર્યવાહીને નજરઅંદાજ કરી શકે નહીં. આવી કાર્યવાહી થવા દેવી એ કાયદાના શાસનને બુલડોઝ કરવા સમાન છે. જસ્ટિસ હૃષિકેશ રોય, જસ્ટિસ સુધાશુ ધુલિયા અને જસ્ટિસ એસવીએન ભાટીની કોર્ટે એક અરજી પર સુનાવણી કરતી વખતે આ ટિપ્પણી કરી હતી.