ગેંગરેપ કેસમાં સુપ્રીમ કોર્ટનાં વકીલ સીમા કુશવાહા પીડિતનો કેસ મફતમાં લડશે, નિર્ભયાના આરોપીઓને ફાંસી અપાવી હતી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશના હાથરસમાં થયેલા ગેંગરેપ અને હત્યાના મામલામાં પીડિત પરિવારનો કેસ સુપ્રીમ કોર્ટના જાણીતાં વકીલ સીમા કુશવાહ લડશે. તેઓ તેની ફી લેશે નહિ. સીમાએ 2012માં નિર્ભયાનો કેસ લડ્યો હતો. આ કેસના ચારેચાર આરોપીને આ વર્ષે 20 માર્ચે ફાંસી આપવામાં આવી હતી. એવામાં હાથરસના પીડિત પરિવારને પણ ન્યાય મળવાની આશા વધી ગઈ છે.

વકીલ સીમા કુશવાહે કહ્યું હતું કે પીડિત પરિવાર ઘણો ડરેલો છે. પહેલા પુત્રીને મારી નાખવામાં આવી, પછી રાત્રે પ્રશાસને એના જબરદસ્તીથી અગ્નિસંસ્કાર કરી નાખ્યા હતા . આરોપીઓનો પરિવાર સામ, દામ, દંડ, ભેદ અપનાવી રહ્યો છે. સરકારે આર્થિક મદદની જાહેરાત કરી અને અન્ય ચીજો આપવામાં આવી છે, જોકે મીડિયામાં કેસ બંધ થતાં જ સરકાર ભૂલી જાય છે.

સીમાએ કહ્યું હતું કે ડીજીપી અને અપર મુખ્ય સચિવ ઘરે આવવાને પગલે પરિવારમાં થોડી ન્યાયની આશા જાગી છે. અત્યારસુધીમાં પ્રશાસન અધિકારીઓ પર જે કાર્યવાહી કરવામાં આવી છે એ માત્ર દેખાડો જ છે. વર્મા કમિટીની ભલામણો મુજબ અધિકારીઓ પર કાર્યવાહી કરવી જોઈએ. પરિવારે મને પરવાનગી આપી છે. તેમણે વકીલાતનામા પર સહી કરી છે.

2012માં દિલ્હીમાં ચાલતી બસમાં વિદ્યાર્થિની પર ગેંગરેપ થયો હતો. પછીથી તેનું મોત થઈ ગયું. આ કેસમાં પરિવારને ન્યાય અપાવવામાં વકીલ સીમા કુશવાહાએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. આ વર્ષે 20 માર્ચે નિર્ભયાના ચાર દોષી મુકેશ સિંહ, અક્ષય સિંહ ઠાકુર, પવન કુમાર ગુપ્તા અને વિનય કુમાર શર્માને ફાંસી આપવામાં હતી.

હાથરસ જિલ્લાના ચંદપા વિસ્તારના બુલગઢી ગામમાં 14 સપ્ટેમ્બરે ચાર લોકોએ 19 વર્ષની છોકરી પર ગેંગરેપ કર્યો હતો. આરોપીઓએ છોકરીની કરોડરજ્જુ થોડી નાખી અને તેની જીભ પણ કાપી નાખી હતી. દિલ્હીમાં સારવાર દરમિયાન એનું મોત થયું હતું. આ કેસમાં ચાર આરોપીની ધરપકડ થઈ છે. જોકે પોલીસનો દાવો છે કે દુષ્કર્મ કરવામાં આવ્યું નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.