સુપ્રીમકોર્ટમા સી.જે.આઈએ ઈ-ફાઈલિંગ 2.0 સેવા શરૂ કરી
સુપ્રીમકોર્ટમાં આગામી સમયથી 24 કલાક કેસ દાખલ કરી શકાશે.ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી.વાય.ચંદ્રચૂડે સુપ્રીમકોર્ટમાં ઈ-ફાઈલિંગ 2.0 સેવાની શરૂઆત કરી હતી.આ અવસરે તેમણે દેશભરમાં ઈ-કોર્ટ અને કેસની ઈ-ફાઈલિંગની તરફેણ કરી હતી.આ સિવાય સીજેઆઈએ વકીલોને કહ્યુ હતું કે ઈલેક્ટ્રોનિક રીતે કેસ દાખલ કરવાની સુવિધા 24 કલાક ઉપલબ્ધ રહેશે.તેમણે ટોચની કોર્ટના પરિસરમાં ઈ-સેવા કેન્દ્રનું પણ ઉદઘાટન કર્યું છે.આ સુવિધાઓ તમામ વકીલો માટે 24 કલાક ઉપલબ્ધ રહેશે.સીજેઆઈએ કહ્યુ હતું કે જે વકીલો પાસે આ સુવિધા નથી અને જે ટેક્નોલોજીથી વાકેફ નથી તેમની મદદ માટે બે સુવિધા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.આમ આ પ્રસંગે કોર્ટમાં હાજર ભારત સરકારના સોલિસીટર જનરલ તુષાર મહેતા અને અન્ય વકીલોએ ટોચની કોર્ટના પગલાની પ્રશંસા કરી હતી.