સુનક, જ્હોન્સન બંનેનો 100 સાંસદોના સમર્થનનનો દાવો, બ્રિટનમાં પીએમપદ રેસ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

બ્રિટનમાં નાટયાત્મક રીતે વડાંપ્રધાન લિઝ ટ્રસે માત્ર ૪૫ દિવસમાં રાજીનામું આપ્યા પછી ફરી એક વખત રાજકારણ ગરમાયું છે. લિઝ ટ્રસની વિદાય સાથે ભારતીય મૂળના રિશિ સુનાકને ભાવી વડાપ્રધાન મનાતા હતા. જોકે, આ રેસમાં સુનાકના કટ્ટર વિરોધી બોરીસ જ્હોન્સને કૂદાવ્યું છે. પીએમપદની ચૂંટણી માટે બોરિસ જ્હોન્સન કેરેબિયન ટાપુ પર તેમની રજાઓ ટૂંકાવીને લંડન પાછા આવી ગયા છે. બીજીબાજુ સુનાક અને જ્હોન્સન બંનેની પ્રચાર ટીમે ૧૦૦ સાંસદોના સમર્થનનો દાવો કર્યો છે. લિઝ ટ્રસે રાજીનામું આપ્યા પછી બ્રિટનના વડાપ્રધાનપદની રેસમાં પહેલો મોટો ઘટનાક્રમ રિશિ સુનાકની પ્રચાર ટીમે તેમને પીએમપદની દાવેદારી માટે ૧૦૦ સાંસદોના સમર્થન મળ્યાનો દાવો કર્યો હતો. કન્ઝર્વેટિવ સાંસદ અને ભૂતપૂર્વ સ્વાસ્થ્ય સચિવ મેટ હેન્કોકે કહ્યું હતું કે, તેણે બોરિસ જ્હોન્સન, સુનાક અને મર્ડોન્ટ સાથે કામ કર્યું છે. જોકે, આપણે અત્યારે જે આર્થિક પડકારોનો સામનો કરી રહ્યા છીએ, તે જોતાં અત્યારે રિશિ સુનાક દેશને નેતૃત્વ પૂરું પાડે તે વધુ જરૂરી છે. શાસક કન્ઝકર્વેટિવ પાર્ટીમાં વડાપ્રધાનપદ માટે ભારતીય મૂળના રિશિ સુનાક પહેલી પસંદ હોવાનું માનવામાં આવે છે.પરંતુ બ્રિટનમાં આ રાજકીય ઉથલ-પાથલ વચ્ચે બોરિસ જ્હોન્સને દાવો કર્યો છે કે પોતે કન્ઝર્વેટિવ પાર્ટીને ડિસેમ્બર ૨૦૨૪માં યોજાનારી ચૂંટણીમાં વિજય અપાવી શકે છે. તેમણે ૨૦૧૯માં પણ પક્ષને જીત અપાવી હતી. તેથી તેઓ પીએમપદની રેસમાં ઝુકાવશે. જ્હોન્સનની પ્રચાર ટીમે પણ તેમને ૧૦૦ સાંસદોનું સમર્થન હોવાનો દાવો કર્યો હતો. બ્રિટનમાં વડાપ્રધાન બનવા માટે દાવેદારી નોંધાવવા ઓછામાં ઓછું પક્ષના ૧૦૦ સાંસદોનું સમર્થન જરૂરી છે.કન્ઝર્વેટિવ પાર્ટીમાં બોરિસ જ્હોન્સનને રિશિ સુનાકના કટ્ટર વિરોધી માનવામાં આવે છે. બોરિસ જ્હોન્સને કૌભાંડોના કારણે જુલાઈમાં વડાપ્રધાનપદેથી રાજીનામું આપવું પડયું ત્યારે તેમણે સુનાકનો ખુલીને વિરોધ કર્યો હતો અને તેમને પીઠમાં છરો ભોંકનારા ગણાવ્યા હતા. તે સમયે જ્હોન્સન વિરુદ્ધ સુનાકે બળવો કર્યો હતો અને તેમના કારણે જ જ્હોન્સને વડાપ્રધાનપદ ગુમાવવું પડયું હતું. ત્યાર પછી જ્હોન્સને પક્ષના કાર્યકરોને ખુલ્લેઆમ દાવો કર્યો હતો કે, તેઓ પીએમપદ માટે કોઈને પણ મત આપે, પરંતુ સુનાકને મત ના આપે અને આ ચૂંટણીમાં છેલ્લી ઘડી સુધી આગળ રહેલા સુનાકને હરાવીને લિઝ ટ્રસ વડાંપ્રધાન બની ગયા હતા.ભારતીય મૂળનાં અને જ્હોન્સન સરકારમાં ગૃહમંત્રી રહેલાં પ્રીતિ પટેલે પણ બોરિસ જ્હોન્સનને સમર્થન આપ્યું છે. પ્રીતિ પટેલે શનિવારે કહ્યું હતું કે, જ્હોન્સનને ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં જનતાનું સમર્થન મળ્યું હતું. હું નેતૃત્વની સ્પર્ધામાં તેમનું સમર્થન કરી રહી છું. આવી સ્થિતિમાં એક અગ્રણી એજન્સી દ્વારા કરાયેલા સરવે પરથી જણાયું છે કે ૫૮ વર્ષીય જ્હોન્સન લિઝ ટ્રસની સરખામણીમાં વધુ લોકપ્રિય છે. જોકે, સરવેમાં મોટાભાગના લોકોએ તેમના અંગે પ્રતિકૂળ મત વ્યક્ત કર્યો હતો. એવામાં બધાની નજર કરોડપતિ ઉમેદવાર રિશિ સુનાક પર છે. સુનાક કોરોના સમયમાં બ્રિટનના નાણામંત્રી હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.