સરકારી સ્કૂલમાં કર્યો અભ્યાસ, કોચિંગ વગર IAS બની શ્રેયાશ્રી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

સાંભળવામાં આ કોઈ ફિલ્મી વાર્તાથી ઓછું નથી. મધ્યપ્રદેશથી પછાત સિંગરૌલી જિલ્લાની સરકારી શાળામાંથી 10 અને 12માં ધોરણનો અભ્યાસ કર્યો. પછી સીધા દેશની સૌથી પ્રતિષ્ઠિત IIT કાનપુરમાંથી ગ્રેજ્યુએશન અને પ્રોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. ત્યારબાદ યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરી. યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષાના પ્રથમ પ્રયાસમાં પીટી પણ પાસ ન થયું. અને, બીજા પ્રયાસમાં સીધા IAS.

કોચિંગ વગર પાસ કરી UPSC

આ કરી બતાવ્યું છે મધ્યપ્રદેશના અનુપપુરની રહેવાસી શ્રેયાશ્રીએ. તેણે કોઈપણ કોચિંગ વિના તેના બીજા પ્રયાસમાં UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં 71મો રેન્ક મેળવ્યો. તેમને ભારતીય વહીવટી સેવા મળવાનું નક્કી છે. IIT કાનપુરમાંથી અભ્યાસ કર્યા બાદ નોકરીના દરવાજા સીધા વિદેશમાં ખુલે છે. પરંતુ તે યુપીએસસી સિવિલ સર્વિસમાં કેવી રીતે પ્રવેશી તે પ્રશ્ન પર શ્રેયશ્રી કહે છે કે, તેના પિતા દિનેશ ચૌધરી પહેલા ભારતીય વાયુસેનામાં નોકરી કરતા હતા.

કોચિંગ માટે લાખો રૂપિયા ખર્ચી શકે તેવી સ્થિતિ નહોતી

તેઓ 20 વર્ષની સેવા પછી નિવૃત્ત થયા અને ત્યારબાદ અલ્હાબાદ બેંક હવે ઈન્ડિયન બેંકમાં ક્લાર્ક કમ કેશિયરની નોકરી લીધી. પિતાની એરફોર્સની નોકરી દરમિયાન જ શ્રેયશ્રીને દેશ સેવા કરવાની પ્રેરણા મળી. ત્યારબાદ તેની માતા સંગીતા ચૌધરીએ પણ તેને અન્ય જગ્યાએ નોકરી કરતા પહેલા IASની પરીક્ષા આપવા માટે પ્રેરિત કરી હતી. શ્રેયશ્રીના પિતા આમ તો બેંકમાં નોકરી કરે છે, સારો પગાર મેળવે છે. પણ એટલી પણ કમાણી નથી કે પરિવારનું ધ્યાન રાખતા રાખતા દીકરીને દિલ્હી જેવા શહેરમાં લાખો રૂપિયાનું કોચિંગ અપાવી શકે.

પ્રથમ પ્રયત્નમાં પીટી પણ ક્લિયર નહોતું થયું

આ પરિસ્થિતિ જાણીને શ્રેયાએ સેલ્ફ સ્ટડી કરવાનું નક્કી કર્યું. તે ત્યાં જ અનુપપુરમાં જ તૈયારી કરવા લાગી. પરંતુ, પ્રથમ પ્રયત્નમાં તેનું પીટી પણ ક્લિયર થયું નહીં. તેની ચિંતા કર્યા વગર બીજી વખત સિવિલ સર્વિસ પરીક્ષામાં ફરીથી ફોર્મ ભર્યું. આ વખતે પીટી પણ આવી, મેઈનની પરીક્ષા પણ ક્લિયર થઈ અને ઈન્ટરવ્યુમાં પણ પોતાનો ઝંડો લહેરાવ્યો. જ્યારે પરિણામ આવ્યું ત્યારે તેનો રેન્ક સમગ્ર દેશમાં 71મો હતો.

પિતાએ IASની તૈયારી કરવા માટે પ્રોત્સાહન આપ્યું

આ વર્ષે કુલ 180 સફળ ઉમેદવારોને IAS બનાવવામાં આવશે. જેમાંથી જનરલ કેટેગરીના 72 ઉમેદવારો IAS બનશે. શ્રેયાશ્રી કહે છે કે, તેનો રેન્ક 71મો છે. તેથી તે આઈએએસ બનશે તે નિશ્ચિત છે. તેણી કહે છે કે, તેના પિતા કહેતા હતા કે આઈએએસ બનવાની તૈયારી કરો. આ જ ધ્યેય બનાવીને તેણે તૈયારી કરી અને આજે આ સફળતા મેળવી.

177 મહિલાઓએ પાસ કરી UPSC

UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2021ના અંતિમ પરિણામમાં કુલ 685 ઉમેદવારોને સફળ જાહેર કરવામાં આવ્યા છે. જેમાંથી 508 પુરૂષો અને 177 મહિલાઓ ક્વોલિફાય થઈ છે. આયોગે વિવિધ કેન્દ્રીય સેવાઓમાં નિમણૂક માટે તેમના નામોની ભલામણ પણ કરી છે. UPSC દ્વારા જાહેર કરાયેલી સિવિલ સર્વિસ પરીક્ષા 2021માં શ્રુતિ શર્મા, અંકિતા અગ્રવાલ અને ગામિની સિંગલાએ અનુક્રમે પહેલો, બીજો અને ત્રીજો ક્રમ મેળવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.