સુનાવણી વિના જ ખાતાંને ફ્રોડ જાહેર કરવાની બેન્કોની સત્તા પર સ્ટે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (ફ્રોડ ક્લાસિફિકેશન એન્ડ રિપોર્ટિંગ બાય કમર્શિયલ બેન્ક અને સિલેક્ટ એફઆઈઝ)ના ૨૦૧૬ના બેન્ક ફ્રોડ સંબંધી નિર્દેશના અમલને બોમ્બે હાઈ કોર્ટે સ્થગિતી આપી છે. રિઝર્વ બેન્ક દ્વારા આ સરક્યુલર થકી બેન્કોને કોઈ સુનાવણી વિના જ કોઈ બેન્ક ખાતાંને ફ્રોડ જાહેર કરવાની સત્તા આપવામાં આવી હતી.

ન્યા. જી. એસ. પટેલ અને ન્યા. નીલા ગોખલેની ડિવિઝન બેન્ચે આ પરિપત્રકને પડકારતી અરજીઓની અંતિમ સુનાવણી થાય ત્યાં સુધી તેના અમલ પર ૧૧ સપ્ટેમ્બર સુધી સ્થગિતી આપી છે. જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ તથા તેમનાં પત્ની અનિતા ગોયલે સહિતના અરદારો દ્વારા આ સરક્યુલરને પડકારતી અરજીઓ કરવામાં આવી હતી.

પરિપત્રકથી બેન્કોને ફ્રોડ સંબંધી જોખમો ઘટાડવા અને રિપોર્ટિંગ કરવા, નિયંત્રિત કરવા તથા સમયસર શોધી કાઢવા માટે સેન્ટ્રલ ફ્રોડ રજિસ્ટ્રીનો સંપૂર્ણ ઉપયોગ કરવાની પરવાનગી આપી છે.

પરિપત્રકમાં બે જોગવાઈઓનો સમાવેશ થાય છે. એક બેન્ક ખાતાને ફ્રોડ તરીકે વર્ગિકૃત કરે તો બેન્કની જવાબદારી છે કે તેઓ સેન્ટ્રલ રિપોઝિટરી ઓફ ઈન્ફોર્મેશન ઓન લાર્જ ક્રેડિટ્સ પ્લોટફોર્મને જાણ કરીને અન્ય બેન્કોને સતર્ક કરે.

જો બેન્ક ખાતાને સીધે સીધું ફ્રોડ તરીકે વર્ગીકૃત કરવા માગે તો ફ્રોડ વિશે ૨૧ દિવસમાં આરબીઆઈને જાણ કરવાનું બંધનકારક છે અને કોઈ પણ તપાસ અજેન્સીમાં કેસની જાણ કરવાની રહે છે.

અરજદારે દાવો કર્યો છે કે લેણદારને તેમનું ખાતું પરિપત્રક અનુસાર ફ્રોડયુલન્ટ જાહેર કરવા પૂર્વે તેમની બાજુ રજૂ કરવાની તક અપાઈ નથી. જેને લીધે બેન્ક લેણદારોની બાજુ સાંભળતી પણ નથી કે કઈ બાબતનો આધાર લીધો છે એની નકલ પણ આપતી નથી.

તેલંગણા હાઈ કોર્ટના આદેશ સામેની અપીલમા ંસુપ્રીમ કોર્ટ સમક્ષ આ મુદ્દો ઉઠાવાયો હોવાનું કોર્ટને જણાવાયું હતું.

સુપ્રીમ કોર્ટે ૨૭ માર્ચે આદેશને બહાલી આપી હતી. કોર્ટે જણાવ્યું હતું કે બેન્કનો નિર્ણય સકારણ આદેશ તરીકે હોવો જોઈએ અને આ આદેશ લેણદારની બાજુ સાંભળ્યા બાદ આપવો જોઈએ.

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ હાઈ કોર્ટને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં આદેશને પડકારવામાં આવ્યો છે અને તેની સુનાવણી હજી થવાની બાકી છે. હાઈ કોર્ટે સાત અને આઠ સપ્ટેમ્બરે અરજીઓનો અંતિમ નિકાલ કરવા સુનાવણી હાથ ધરવાનું નક્કી કર્યું છે. કોર્ટે અરજીઓ દાખલ કરીને પક્ષદારોને જવાબ નોંધાવવા જણાવ્યું છે. દરમ્યાન પરિપત્રકનો અમલ સ્થગિત રાખવાનો આદેશ આપ્યો છે.

કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે જે કેસમાં એફઆઈઆર નોંધાઈ છે અને તપાસ ચાલુ છે એ કેસોમાં ંઆરબીઆઈના પરિપત્રકને આધારે કાર્યવાહી ચલાવી શકાશે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.