આજથી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
રાજ્યમાં આજથી એટલે કે 11 માર્ચથી ગુજરાત એજ્યુકેશન બોર્ડ અને હાયર સેકન્ડરી બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે. આ પરીક્ષાઓને શાંતિપૂર્ણ રીતે અને સારા વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારના ગેરરીતિના બનાવો ન બને તેને લઈને બોર્ડે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે.
ધોરણ 10માં 9 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
તમને જણાવી દઈએ કે ગુજરાતમા ધોરણ 10માં 9 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે જ્યારે ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની મળીને કુલ 6.21 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે