UPનાં ફિરોજાબાદમાં SSI ને મારી ગોળી, સારવાર દરમિયાન મોત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ઉત્તર પ્રદેશના ફિરોજાબાદમાં અજાણ્યાં બદમાશોએ અરાંવ પોલીસ સ્ટેશનનાં SSI ને ગોળી મારીને હત્યાં કરી છે. આ ઘટના ગુરુવારની રાત્રે બની હતી. SSI દિનેશ શર્મા અરાંવ પોલીસ સ્ટેશનમાં તૈનાત હતા અને એક કેસની ચર્ચા કરીને પોલીસ સ્ટેશન પરત ફરી રહ્યા હતા. સુચના મળતાં ઘટનાં સ્થળે પહોંચીને પોલીસે તેમને તત્કાલ ટ્રોમા સેન્ટરમાં ભર્તી કર્યાં હતાં, જ્યાં ડોક્ટરે તમને મૃત જાહેર કર્યો હતા. આ ઘટનાં બાદ પોલીસે બદમાશોની ઓળખાણ અને ધરપકડ માટે અલગ અલગ ટીમ બનાવી હતી.

આ ટીમોએ શકમંદોના ઠેકાણાઓ પર દરોડા પાડવાનું શરૂ કરી દીધું છે. ફિરોઝાબાદના SSP આશિષ તિવારીએ જણાવ્યું કે SSI દિનેશ શર્મા આરવ પોલીસ સ્ટેશનમાં તૈનાત હતા. પોલીસ સ્ટેશનના કામકાજની સાથે સાથે અનેક ગંભીર કિસ્સાઓ અંગે પણ તેઓ ચર્ચામાં કરી રહ્યાં હતા. આ ક્રમમાં તે એક કેસમાં નિવેદન નોંધવા માટે તે વિસ્તારમાં ગયા હતા. તે ત્યાંથી કેટલાક સ્થાનિક લોકો સાથે વાત કરીને પરત ફરી રહ્યાં હતાં.

આ દરમિયાન રસ્તામાં કેટલાંક બદમાશોએ તેમને ગોળી મારી. SSP આશિષ તિવારીના જણાવ્યાં અનુસાર દિનેશ મિશ્રાને છાતીમાં ગોળી વાગી હતી. ગોળી વાગતા જ તેઓ જમીન પર ઢળી પડ્યા અને તડપવાં લાગ્યાં. તમને ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યું થઈ ગયું. SSPનાં જણાવ્યાં અનુસાર હજું સુધી બદમાશોની ઓળખાણ થઈ શકી નથી.

એસપી રૂરલ રણવિજય સિંહના જણાવ્યા અનુસાર, પોલીસને આ ઘટના સાથે સંબંધિત કેટલાક ઈનપુટ મળ્યા છે. આ ઈનપુટના આધારે શકમંદોના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. ટૂંક સમયમાં બદમાશોની ધરપકડ કરવામાં આવશે. તેણે જણાવ્યું કે SSI દિનેશ શર્મા કન્નૌજના સદાતપુર ગામના રહેવાસી હતા. ઘટના અંગે તેના પરિવારજનોને જાણ કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.