સ્પેસએક્સના નવા રોકેટનું લોન્ચિંગ રદ કરવામાં આવ્યું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાં વર્તમાનમા વધુ એક નવી સિદ્ધિનો ઉમેરો થવા જઈ રહ્યો છે.જેમા સ્પેસએક્સનું ફાલ્કન 9 રોકેટ નાસાના અવકાશયાત્રીઓ, એક રશિયન અવકાશયાત્રી અને એક અમીરાતના અવકાશયાત્રીને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર જવા ઉડાન ભરવાનું હતું પરંતુ તેને રદ્દ કરવામાં આવ્યું છે.ત્યારે આ અંગે નાસાએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે ગ્રાઉન્ડ સિસ્ટમમાં ખામી સર્જાતા રોકેટનું લોન્ચિંગ રદ કરવામાં આવ્યું છે,ત્યારે આગામી લોન્ચિંગ માટે આગળની તારીખ અને સમય ફરી આપવામાં આવશે.સ્પેસએક્સ ડ્રેગન ક્રૂ-6 મિશન ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી ઉડાન ભરશે.હવામાનમાં કઈ ખરાબી નોંધાઈ છે તો લોન્ચિંગના સમયમાં ફેરફાર થઈ શકે છે.આમ જો બધુ સમય અનુસાર થાય છે તો ક્રૂ ડ્રેગન કેપ્સ્યુલ જેને એન્ડેવર કહેવામાં આવે છે જે આવતીકાલે આઈ.એસ.એસ ખાતે પહોંચશે.આ મિશન હેઠળ નાસાના સ્ટીફન બોવેન અને વોરેન હોબર્ગ,રશિયાના એન્ડ્રે ફદેવ અને સંયુક્ત આરબ અમીરાતના સુલતાન અલ-ન્યાદી સ્પેસ સ્ટેશન પર છ મહિના સુધી રહેવાના છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.