સોનિયા આવતીકાલથી એક સપ્તાહ સુધી પાર્ટી નેતાઓને મળશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ગત મહિનામાં કોંગ્રેસની અંદર જ વિરોધના સૂર ઊઠ્યા હતા. હવે કેસનો નિવેડો લાવવા માટે ઇન્ટેરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી આગળ આવ્યા છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, આવતીકાલે (19 ડિસેમ્બર)થી એક સપ્તાહ સુધી સોનિયા કોંગ્રેસના અમુક નેતાઓને મળશે, જેમાં તેમની ફરિયાદ ઉપરાંત પાર્ટીની આગળની રણનીતિ અંગે ચર્ચા થશે. પાર્ટી નેતાઓના જણાવ્યા પ્રમાણે, મીટિંગમાં રાજ્ય અને કેન્દ્રીય સ્તરના નેતાઓ સાથે ચર્ચા થશે. સોનિયા એવા નેતાઓને પણ મળશે, જેમણે પાર્ટીમાં રિફોર્મની વાત કહી હતી.

મળતી માહિતી પ્રમાણે, અહમદ પટેલના નિધન પછી એક પૂર્વ મુખ્યમંત્રી સોનિયાને મળ્યા હતા. તેમણે ઇન્ટેરિમ અધ્યક્ષને પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરીને મુદ્દાનો નિવેડો લાવવાની અપીલ કરી હતી. પહેલી બેંચમાં જે નેતાઓને સોનિયા મળી શકે છે, તેમાં હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, રાજ્યસભાના સાંસદ અને વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ સહિત પ્રદેશ કોંગ્રેસ સમિતિઓના અધ્યક્ષ સામેલ છે.

સમાપ્ત કર્યું’એક મહિના પહેલાં ગુલામ નબી આઝાદે પાર્ટીનાં કામકાજની પદ્ધતિ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું, 5 સ્ટાર કલ્ચરથી ચૂંટણી ન જીતી શકાય. આજે નેતાઓની સૌથી મોટી તકલીફ એ જ છે કે જેને ટિકિટ મળી જાય તે સૌથી પહેલા 5 સ્ટાર હોટલ બુક કરાવે છે. જો રસ્તો ખરાબ છે તો એ પર નહીં જાય. જ્યાં સુધી આ 5 સ્ટાર કલ્ચરને છોડી નહીં દેવાય ત્યાં સુધી કોઈ ચૂંટણી નહીં જીતી શકે. છેલ્લાં 72 વર્ષમાં કોંગ્રેસ સૌથી નીચેના સ્તરે છે. કોંગ્રેસ પાસે છેલ્લા બે કાર્યકાળ દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતાનું પદ પણ નથી.

થોડાક મહિના પહેલાં પાર્ટીના 23 નેતાએ આ મુદ્દા પર સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો, જેમાં કપિલ સિબ્બલ સાથે ગુલામ નબી આઝાદ પણ સામેલ હતા. પત્રમાં પાર્ટીમાં ઉપરથી નીચે સુધી ફેરફાર કરવાની માગ કરાઈ હતી. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ચિઠ્ઠી લખનારા નેતાઓની ભાજપ સાથે મિલીભગતના આરોપ લગાવવાથી આ બન્ને નારાજા થઈ ગયા હતા. બિહાર ચૂંટણીમાં હાર પછી કપિલ સિબ્બલે તો એટલે સુધી કહી દીધું હતું કે પાર્ટીએ કદાચ દરેક ચૂંટણીમાં હારને જ નિયતિ માની લીધી છે, જેને પાર્ટીની ટોપ લીડરશિપ એટલે કે સોનિયા અને રાહુલ ગાંધી પર નિશાન ગણવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.