प्रधानमंत्री जी,
— Rahul Gandhi (@RahulGandhi) June 26, 2020
देश आपसे सच सुनना चाहता है।#SpeakUpForOurJawans pic.twitter.com/tY9dvsqp4N
સોનિયા અને રાહુલે કહ્યું- ચીને જમીન નથી છીનવી તો આપણા જવાન શહીદ કેવી રીતે થયા?
ગલવાનમાં ભારત અને ચીનના સૈનિકોની અથડામણ અંગે કોંગ્રેસ સતત કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે પણ કેન્દ્રને સવાલો કર્યા હતા. સોનિયાએ કહ્યું કે, જો આપણી જમીન ચીને નથી છીનવી તો આપણા જવાનો શહીદ કેવી રીતે થયા? રાહુલે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ સાચું કહેવું જ પડશે. કોંગ્રેસ આજે ગલવાનના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે દેશભરમાં શહીદોને સલામની મુહિમ ચલાવી રહી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવખત પીએમ મોદી પર ચીન વિવાદ અંગે નિશાન સાધ્યું છે. રાહુલે એક વીડિયો શેર કરી કહ્યું કે, પીએમ ગભરાયા વગર સાચુ કહે કે ચીને જમીન લીધી છે અને આપણે કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ.આવી સ્થિતિમાં આખો દેશ તમારી સાથે ઊભો છે.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, આખો દેશ એક થઈને સેના અને સરકારની સાથે છે. પરંતુ જરૂરી સવાલ ઊભો થયો છે કે થોડા દિવસ પહેલા વડાપ્રધાને કહ્યું હતું કે, કોઈ ભારતમાં પ્રવેશ્યુ નથી, કોઈએ આપણી જમીન નથી લીધી. સેટેલાઈટ તસવીરમાં જોવા મળી રહ્યું છે કે સેનાના પૂર્વ જનરલ કહી રહ્યા છે અને લદ્દાખના લોકો કહી રહ્યા છે કે ચીને આપણી એક જમીન નહીં પણ ત્રણ જમીન છીનવી લીધી છે.
રાહુલે કહ્યું કે, વડાપ્રધાનજી તમારે સાચું કહેવું પડશે, ગભરાવાની જરૂર નથી. જો તમે કહેશો કે જમીન નથી ગઈ પણ ચીને જમીન લઈ લીધી છે તો આનો ચીનને જ ફાયદો થશે. આપણે મળીને ચીનનો સામનો કરવાનો છે અને તેને બહાર ફેંકવાનું છે. આ વીડિયોમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, આપણા શહીદ જવાનોને હથિયાર વગર બોર્ડર કોણે મોકલ્યા અને શા માટે ?
રાહુલ ગાંધી સતત મોદી સરકારને ચીન મુદ્દે આડે હાથે લઈ રહ્યા છે. આ પહેલા પણ રાહુલે આપણા દેશના જવાનોને હથિયાર વગર બોર્ડર કોણે અને શા માટે મોકલ્યા હોવાના સવાલો સરકારને કર્યા હતા. જેનો વિદેશમંત્રી એસ જયશંકરે જવાબ આપ્યો હતો.