વિશ્વભરમાં કોરોનાના અત્યાર સુધીમાં 95 લાખ 42 હજાર 451 કેસ નોંધાયા છે. જેમા 4.85 લાખ લોકોના મોત થયા છે. 51.87 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વિશ્વભરમાં કોરોનાના અત્યાર સુધીમાં ૯૫ લાખ ૪૨ હજાર ૪૫૧ કેસ નોંધાયા છે. જેમા ૪.૮૫ લાખ લોકોના મોત થયા છે. ૫૧.૮૭ લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. બ્રાઝીલમાં ૨૪ કલાકમાં ૪૦ હજારથી વધારે કેસ નોંધાયા છે. બ્રિટનમાં નવી રસીની માણસ ઉપર ટ્રાયલ શરૂ કરાઈ છે. ૩૦૦ લોકો ઉપર તેનો ટેસ્ટ કરાશે. દેશમાં આ બીજી વેક્સીન છે જેનો માણસ ઉપર ટ્રાયલ થઈ રહ્યો છે.

અમેરિકામાં ૨૪ લાખ ૬૨ હજાર ૭૦૮ કેસ નોંધાયા છે, જેમાં ૧.૨૪ લાખથી વધારે લોકોના મોત થયા છે. ૧૦.૪૧ લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

બ્રાઝીલમાં અત્યાર સુધીમાં ૧૧.૯૨ લાખ કેસ નોંધાયા છે અને ૫૩ હજાર ૮૭૪ લોકોના મોત થયા છે.

ઈટાલી એક સમયે યુરોપમાં સૌથી પ્રભાવિત દેશ હતો, હાલ અહીં ૧૮ હજાર ૬૫૫ એક્ટિવ કેસ છે. અહીં કુલ ૨ લાખ ૩૯ હજાર ૪૧૦ કેસ નોંધાયા છે અને ૩૪ હજાર ૬૪૪ લોકોના મોત થયા છે.

પાકિસ્તાનમાં ૨૪ કલાકમાં ૪૦૪૪ નવા કેસ નોંધાયા છે અને ૧૪૮ લોકોના મોત થયા છે. દેશમાં પોઝિટિવ કેસની સંખ્યા ૧.૯૨ લાખથી વધારે થઈ ગઈ છે. ૩૯૦૩ લોકોના મોત થયા છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક ટેડ્રોસ એડહોનમ ગેબ્રિયેસિસે જણાવ્યું હતું કે આગામી સપ્તાહમાં પોઝિટિવ કેસ એક કરોડથી વધારે થઈ જશે. હાલ સપ્તાહમાં ૧૦ લાખ કેસ નોંધાય રહ્યા છે.

ઓસ્ટ્રેલિયામાં છેલ્લા કેટલાક દિવસોમાં કેસ વધી રહ્યા છે. એટલા માટે સરકારે ઘરે-ઘરે જઈને કોરોના ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. મેલબોર્ન કોરોનાનું હોટસ્પોટ બન્યું છે. વિક્ટોરિયા સ્ટેટમાં ગુરુવારે ૩૩ નવા કેસ નોંધાયા. અહીં કોરોનાના કેસ વધારે છે. અહીં ૧૦૦૦થી વધારે સૈનિકોને તહેનાત કરાશે. અહીં એક લાખથી વધારે લોકોનો ટેસ્ટ કરાશે. અધિકારીઓના જણાવ્યા મુજબ દરરોજ ૧૦ હજાર લોકોનો ટેસ્ટ કરાશે.

મોસ્કોમાં ૨૪ કલાકમાં ૧૨ લોકોના મોત થયા છે, અહીં કુલ મૃત્યુઆંક ૩૬૬૯ થયો છે. રશિયામાં કુલ પોઝિટિવ કેસ ૬ લાખ ૬ હજારથી વધારે છે અને ૮૫૦૦થી વધારે લોકોના મોત થયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.