એકી સાથે અનેક સ્થળોએ દરોડા ટેરર ફંડીંગ અંગે જ.કા.માં NIAની જબરજસ્ત કાર્યવાહી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ટેરર ફંડીંગ અંગે રાષ્ટ્રીય તપાસ એજન્સી એન.આઈ.એ. દ્વારા જબરજસ્ત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તેણે પૂંછ, રાજૌરી, બડગામ, શોપિયા અને બાંદીપુરામાં એક સાથે દરોડા પાડવા શરૂ કર્યા છે સાથે સઘન તપાસ પણ શરૂ કરી દીધી છે. શ્રીનગર ઉપરાંત જમ્મુમાં પણ તેણે તપાસ શરૂ કરી દીધી છે, ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે.૧૫ દિવસ પહેલા ભાડે રહેવા આવેલા એક શખ્સના ઘરે દરોડો પાડતાં જાણવા મળ્યું કે તેના તાર સીમા પારના આતંકીઓ સાથે જોડાયેલા છે. એનઆઈએએ જમાત-એ- ઇસ્લામી, ઇસ્લામીના ભાગ તરીકે જ અલ-હુદા-એજયુકેશન ટ્રસ્ટ કામ કરતું હતું. તે ટ્રસ્ટ ભેગા કરેલા પૈસા તે આતંકીઓને પહોંચાડતું હતું, જેથી આતંકી ગતિવિધિઓમાં તેનો ઉપયોગ થઈ શકે.તે સર્વવિદિત છે કે આતંકી સંગઠનોને આતંક ફેલાવવા માટે સીમા પારથી નાણાં મળી રહ્યા છે. તે ઉપરાંત ઉક્ત ટ્રસ્ટે એટલા નાણા એકઠા કર્યા છે કે તે અન્ય રાજ્યોમાં પણ કાર્યરત આતંકી સંગઠનોને મોકલી રહ્યું છે.સલામતી એજન્સીઓ તે સંપૂર્ણ નેટવર્ક ઉપર બાજનજર રાખી જ રહી છે. મૌલાના રહમતુલ્લા કાસમીના બાંદીપોરા સ્થિત ઘર ઉપર પણ દરોડા પાડવામાં આવ્યા છે અને અત્યારે પણ તે કાર્યવાહી ચાલી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.