પાકિસ્તાનથી આપવામાં આવી હતી મૂસેવાલાની સોપારી!

રાષ્ટ્રીય
bishnoi and isi connection
રાષ્ટ્રીય

જાણીતા પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડમાં નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. આ ક્રમમાં હરવિંદર સિંહ રિંદાનું નામ સામે આવ્યું છે. હરવિંદર સિંહ રિંદાનું નામ લુધિયાણા કોર્ટ બ્લાસ્ટ મામલે પણ સામે આવી ચૂક્યું છે. જેનું કનેક્શન આઈએસઆઈ અને પાકિસ્તાન (bishnoi and isi connection)સાથે માનવામાં આવે છે. આ સાથે રિંદાનો સંબંધ બબ્બર ખાલસા સાથે પણ હોવાનું માનવામાં આવે છે. હત્યા કેસની તપાસ કરી રહેલી પંજાબ પોલીસે હવે ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર બાદ આતંકવાદી હરવિંદર સિંહ રિંદા સંધુ સામે રેડ કોર્નર નોટિસ જારી કરવા માટે CBIને પ્રસ્તાવ મોકલ્યો છે.

રિંદા ઇસ્લામાબાદમાં છે

સિદ્ધૂ મૂસેવાલાની હત્યામાં હરવિંદર સિંહ રિંદાનું નામ સામે આવી રહ્યું છે. રિંદાને બબ્બર ખાલસાનો ભારતીય વડા કહેવામાં આવે છે. તે વર્ષ 2020માં ભારતમાંથી ભાગી ગયો હતો. કહેવાય છે કે ભારતમાંથી ભાગી છૂટ્યા બાદ રિંદાએ પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISIની શરણ લીધી હતી. હરવિંદર સિંહ રિંદા વિશે એવું પણ માનવામાં આવે છે કે તે આજે પણ ઇસ્લામાબાદમાં છે અને સતત રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓમાં સામેલ છે. રિંદા ભારતના પંજાબ, હરિયાણા, હૈદરાબાદ અને મહારાષ્ટ્રમાં હથિયારો, ખાસ કરીને વિસ્ફોટકોનો સપ્લાય કરવાનું કામ કરે છે.

કેશન અને ચેતનની અટકાયત

ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી કરવામાં આવેલી પૂછપરછ અને તપાસને લઈને એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. રિંદાએ ISIના ઈશારા પર પંજાબમાં અસ્થિરતા ફેલાવવાના ષડયંત્રની સમગ્ર જવાબદારી બિશ્નોઈને આપી છે. રિંદાના કહેવા પર બિશ્નોઈએ જેલમાંથી મૂસેવાલાની હત્યાનું કાવતરું ઘડીને હત્યાને અંજામ આપ્યો હતો. સિદ્ધૂ મૂસેવાલા મર્ડર કેસમાં પોલીસે કેશવ અને ચેતન નામના 2 લોકોની અટકાયત કરી છે. પોલીસે તેમને ભટિંડામાંથી પકડી પાડ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર તેમાંથી એક પર હત્યામાં હાજર હોવાનો અને બીજા પર શૂટર્સ માટે હથિયાર લાવવાનો આરોપ છે. કેશવ પર આરોપ છે કે તે અમૃતસરથી શૂટરો માટે હથિયાર લાવ્યો હતો. બીજી તરફ ચેતન પર સંદીપ કેકરા સાથે મૂસેવાલાની હત્યામાં સામેલ હોવાનો આરોપ છે.

સૌરભ મહાકાલની ધરપકડ

મૂસેવાલા હત્યા કેસમાં દિલ્હી પોલીસે સૌરભ ઉર્ફે મહાકાલની પુણેથી ધરપકડ કરી હતી. પોલીસે કહ્યું હતું કે, સૌરભ ઉર્ફે મહાકાલ શૂટરનો સહયોગી હતો. આ હત્યા સુનિયોજિત કાવતરાના ભાગરૂપે કરવામાં આવી હતી. સૌરભ મહાકાલની પૂછપરછ બાદ પોલીસના જણાવ્યા અનુસાર તે મૂસેવાલાની હત્યામાં સામેલ નહતો, પરંતુ હત્યામાં સામેલ શૂટરની નજીકનો હતો. દિલ્હી પોલીસના નિવેદન અનુસાર, લોરેન્સ બિશ્નોઈ મૂસેવાલા હત્યા કેસનો માસ્ટરમાઈન્ડ છે. બિશ્નોઈ સામે હજુ તપાસ ચાલુ છે. પોલીસે એમ પણ કહ્યું કે 5 શૂટરોની ઓળખ થઈ ગઈ છે. આ સાથે હત્યા કેસ સાથે જોડાયેલા બાકીના ગુનેગારોની પણ તપાસ કરવામાં આવી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.