નાગપુરમાં હચમચાવતી ઘટના, રમતા રમતા કારમાં પૂરાઈ ગયેલા ૩ બાળકોના મૃતદેહ મળ્યાં

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના નાગપુરમાં ગઈકાલે સાંજે ઘરથી 50 મીટર દૂર SUVમાં એક ભાઈ અને બહેન સહિત ત્રણ બાળકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ બાબતે એક પોલીસ અધિકારીએ માહિતી આપી હતી. ફારુક નગરના રહેવાસી તૌફિક ફિરોઝ ખાન, આલિયા ફિરોઝ ખાન અને આફરીન ઇર્શાદ ખાન શનિવારે બપોરે 3 વાગ્યાની આસપાસ ગુમ થયા હતા જેની જાણ પચપોલી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કરી હતી.

અધિકારીઓના જણાવ્યું મુજબ બાળકોના માતા-પિતાને લાગ્યું કે, તેઓ નજીકના મેદાનમાં રમવા ગયા છે. જ્યારે બાળકો શનિવારની રાત સુધી પરત ન આવ્યા, ત્યારે માતા-પિતાએ પોલીસનો સંપર્ક કર્યો અને અપહરણનો કેસ નોંધાવ્યો હતો. ત્યારબાદ રવિવારે સાંજે 7 વાગ્યાની આસપાસ એક કોન્સ્ટેબલે તેના ઘરથી થોડે દૂર એક SUV પાર્ક કરેલી જોઈ. જેની અંદર ત્રણ બાળકો પડેલા મળી આવ્યા હતા. પોલીસે કારનો દરવાજો ખોલ્યો તો તમામ બાળકો મૃત હાલતમાં હતા.

અધિકારીએ કહ્યું કે, તૌફિક અને આલિયા ભાઈ-બહેન હતા, જ્યારે આફરીન નજીકમાં રહેતી હતી. નાગપુર પોલીસ કમિશનર અમિતેશ કુમારે કહ્યું કે, પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં બાળકોના મોત પાછળનું કારણ જાણવા મળશે. હાલ આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પોલીસ કમિશનર અમિતેશ કુમારના જણાવ્યા અનુસાર, રમતા-રમતા બાળકોએ કારનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. પછી તેઓ કારનો દરવાજો ખોલી શક્યા નહીં હોય. તેઓ ગરમી અને ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.