આસામના પ્રવાસે આવેલા શાહે બાંગ્લાદેશ સરહદ પર સ્થિતિ ની સમીક્ષા કરી
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સોમવારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરહદી વિસ્તારો ના વિકાસ માટે પ્રયત્નશીલ છે. આસામના બે દિવસના પ્રવાસે આવેલા શાહે મનકાચર સેક્ટરમાં આસામ-બાંગ્લાદેશ સરહદ પર સ્થિતિની સમીક્ષા કરી હતી અને એક ગુપ્ત બેઠકમાં સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના વરિષ્ઠ અધિકારીઓની સાથે અભિયાન સંબંધિત વ્યૂહરચનાની ચર્ચા કરી હતી. અહેવાલો અનુસાર શાહે ઘૂસણખોરી, પશુની દાણચોરી, સરહદ પર વાડ લગાવવી અને નદીમાં પેટ્રોલિંગ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
ગૃહપ્રધાને જણાવ્યું હતું કે સરહદી વિસ્તારોમાં વિકાસની કમીના કારણે લોકો વિસ્થાપિત થઇ રહ્યા છે અને તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ક્ષેત્રોમાં વિકાસ માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. સરહદી વિસ્તારોમાં તૈનાત બીએસફ જવાનોને સુરક્ષા મજબૂત કરવા માટે અત્યાધુનિક ટેકનોલોજી ઉપલબ્ધ કરાવવામાં આવશે. બીજી તરફ કામાખ્યા હિલટોપ પહોંચેલા અમિત શાહે મનકાચર માટે રવાના થતા પહેલાં કામાખ્યા મંદિરમાં પૂજાઅર્ચના કરી હતી
કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની કેન્ટીનમાં ખાદીનું વેચાણ શરૂ
કેન્દ્ર સરકારે સ્વદેશી ઝુંબેશ શરુ કરી છે તેના શરૂઆત અર્ધલશ્કરી દળોની કેન્ટીનમાં હાથથી બનાવેલા ખાદી ઉત્પાદનોનું વેચાણ શરૂ કરીને સમગ્ર ભારતમાં વિસ્તરણ માટે શરૂ કરી હતી. સોમવારે 107 કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની કેન્ટીનમાં ખાદીનું વેચાણ શરૂ કરતાં જણાવ્યું હતું કે, ગાંધીજી માટે ખાદી સ્વદેશીનું પ્રતીક હતું અને તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર કરવાનું સાધન પણ છે. ખાદી પોતે શુદ્ધતાની ખાતરી આપે છે