દેશમાં ૨૪ કલાકમાં સાત હજાર પોઝિટિવ કેસ
ન્યુ દિલ્હી : ભારતે લોકડાઉન-૪ પછી હવે લોકડાઉન-૫ માટેની તૈયારીઓ રાખવી પડે તેમ કોરોનાવાયરસના કેસોમાં સોમવારે સવારે સતત ચોથા દિવસે, સૌથી વધુ વધારો થયો છે, છેલ્લા ૨૪ કલાકમાં અધધ.. ૬,૯૭૭ નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. જે અત્યારસુધીમાં એક જ દિવસમાં નોંધાયેલા કેસોમાં સૌથી વધારે છે. છેલ્લાં ૨૪ કલાકમાં વધુ ૧૫૪ લોકોના મોત થતાં દેશમાં મૃત્યુઆંક પણ ૪૦૦૦ને વટાવી ગયો છે, કુલ મૃત્યુઆંક હવે ૪૦૨૧ પર પહોંચ્યો છે. સાજા થયેલાઓની સંખ્યા સંખ્યા ૫૭૭૨૧ પર પહોંચી ગઈ છે. રોજે રેજ કેસોની વધતી જતી સંખ્યા જાતાં કન્દ્ર સરકારે લોકડાઉન-૫ માટેની તૈયારી રાખવી પડે તો નવાઇ નહીં. કેમ કે કેસો ઓછા થવાને બદલે સતત વધી રહ્યાં છે. જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો કરતાં સામાન્ય માણસ માટે ચિંતાજનક કહી શકાય તેમ છે. કેમ કે, સૂત્રોના કહેવા પ્રમાણે, જા આ જ રીતે રોજેરોજ ૫ હજાર કરતાં વધારે કેસો કોરોના પોઝીટીવના નોંધાતા રહેશે તો સરકાર જનહિતમાં વધુ એક લોકડાઉન માટે વિચારે તો નવાઈ નહીં
દેશભરમાં કોરોના વાઈરસે અત્યાર સુધી ૧,૩૮, ૫૩૬ લોકોને તેના સંકજામાં લીધા છે. અને તેનાથી ૪,૦૨૪ લોકોએ જીવ ગુમાવ્યા છે. સાથે જ દેશભરમાં અત્યાર સુધી ૫૭,૬૯૧ લોકો સારવાર બાદ સાજા થયા છે. દેશમાં સૌથી વધારે સંક્રમિતોની સંખ્યા મહારાષ્ટÙમાં છે. અહીં ૫૦,૨૩૧ લોકો સંક્રમિત અને ૧,૬૩૫ લોકોના મોત થયા છે. બીજા નંબરે રહેલા તમિલનાડુમાં ૧૬,૨૭૭ લોકો સંક્રમિત થયા છે અને ૧૧૨ લોકોના મોત થયા છે.