દિલ્હી અને મહારાષ્ટ્ર સિવાયના રાજ્યોમાં આજથી સ્કૂલો ખુલશે, ઉત્તર પ્રદેશમાં 19 નવેમ્બરથી સ્કૂલ ખુલશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશમાં અનલૉક-5 અંતર્ગત ગુરુવારે મોટાભાગના રાજ્યોમાં 50% ક્ષમતા સાથે સિનેમા હૉલ, મનોરંજન પાર્ક, થિયેટર, મલ્ટીપ્લેક્સ, જિમ, સ્વીમિંગ પૂલ તથા સ્કૂલ ખુલી જશે. જોકે, દિલ્હી અને મહારાષ્ટ્રે કહ્યું છે કે તેઓ હાલ સ્કૂલ નહીં ખોલે. બીજી તરફ ઉત્તર પ્રદેશ 4 દિવસ બાદ 19 નવેમ્બરથી સ્કૂલ ખોલશે.

મહારાષ્ટ્રે એમ પણ કહ્યું કે તે ગુરુવારથી લોકલ ટ્રેન, મેટ્રો રેલ, આંતરરાજ્ય બસ, માર્ગ પરિવહન, રેસ્ટોરન્ટ, બાર, સ્થાનિક અને હાટ બજાર, લાઇબ્રેરી અને ઔદ્યોગિક પ્રદર્શન માટે પણ મંજૂરી આપી રહ્યું છે જ્યારે ધાર્મિક સ્થળો, જિમ, સ્વીમિંગ પૂલ, સિનેમા હૉલ તથા શૈક્ષણિક સંસ્થાઓ અંગે તેણે હજુ સુધી કોઇ નિર્ણય નથી લીધો.

દેશમાં કોરોનાના દર્દીઓનો આંકડો 73 લાખની નજીક પહોંચી ગયો છે. બુધવારે 69,807 નવા દર્દી મળ્યા જ્યારે તેનાથી 14 હજાર વધુ એટલે કે 83,309 દર્દી સાજા થયા. આ સાથે સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 63,73,307 અને રિકવરી રેટ 87.32% થઇ ગયો છે. તદુપરાંત, 24 કલાકમાં સક્રિય દર્દીઓ અંદાજે 11 હજારના ઘટાડા સાથે 8,14,122 થયા. સંક્રમણથી અત્યાર સુધીમાં કુલ 1,11,222 મોત થઇ ચૂક્યા છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.