આવતી કાલથી ઉત્તરાખંડમાં સ્કૂલ-કોલેજો ખૂલશે, સાવચેતીની સજ્જડ વ્યવસ્થા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ઉત્તરાખંડમાં આજથી ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો ખૂલવા જઈ રહ્યા છે. રાજધાની દહેરાદૂનની મુખ્ય કોલેજો ડીએવી, ડીબીએસ, એસજીઆરઆર અને એમકેપી પીજી કોલેજમાં સેનિટાઈઝેશન સહિત અન્ય તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

કોરોનાના પ્રભાવ વચ્ચે સખત નિયમો સાથે વિદ્યાર્થીઓને કોલેજ-યુનિવર્સિટીઓમાં પ્રવેશ આપવામાં આવશે. બીજા રાજ્યોના વિદ્યાર્થીઓ માટે કોરોના ટેસ્ટીંગનો રિપોર્ટ લાવવો ફરજિયાત હશે. જ્યારે રાજ્યના વિદ્યાર્થીઓને આ નિયમમાંથી રાહત આપવામાં આવી છે.

દરમિયાન તમામ વિદ્યાર્થીઓ માટે વાલીઓનું સહમતિપત્રક લાવવું પણ અનિવાર્ય રહેશે. જો કે હજુ શરૂઆતી તબક્કામાં કોલેજોમાં પ્રેક્ટિકલના ધોરણો જ ચલાવવામાં આવશે અને થિયરીના ક્લાસ ઓનલાઈન જ ચાલશે. સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરાવવા માટે અનેક કોલેજોમાં વિભાગોને શિફટવાઈઝ અને અનેક કોલેજામાં અડધી સંખ્યામાં વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે. બીજી બાજુ આઈઆઈટી કોલેજો ખૂલવાની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.