નોઈડામાં સ્કૂલ બસને નડ્યો અકસ્માત, બસ રેલિંગ તોડીને ડિવાઈડર પર પટકાઈ
નોઈડાથી સ્કૂલ બસ અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં સોમવારે એક ખાનગી શાળાની બસ ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બસ ડિવાઈડરથી લટકતી જોવા મળી રહી છે. સદનસીબે આ સ્કૂલ બસમાં કોઈ બાળકો મુસાફરી કરી રહ્યા ન હતા. અકસ્માત સમયે બસ ચાલકે બસમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. બસ સેક્ટર 62 થી સેક્ટર 18 જઈ રહી હતી ત્યારે એલિવેટેડ રોડ પર આ અકસ્માત થયો હતો.
બસનું સ્ટિયરિંગ ફેલ
મળતી માહિતી મુજબ બસ ડ્રાઈવર રાકેશ સ્કૂલ બસ ચલાવી રહ્યો હતો. બસ ગીઝોદ ગેસ સ્ટેશનથી ગેસ ભરીને એલિવેટેડ રોડ થઈ શાળાએ જઈ રહી હતી. ત્યાર બાદ એલિવેટેડ રોડ પર જ બસનું સ્ટિયરિંગ ફેલ થવાના કારણે બસ કાબૂ બહાર જઈ ડિવાઈડર પર ચઢી ગઈ હતી. બસમાં ડ્રાઈવર સિવાય બીજું કોઈ ન હતું. કોઈને ઈજા થઈ નથી. જ્યારે એલિવેટેડ રોડ પર આ અકસ્માત થયો ત્યારે બસ સ્પીડમાં નહોતી નહીંતર બસ સીધી પુલ પરથી પડી ગઈ હોત. તપાસમાં બસનું સ્ટિયરિંગ ફેલ હોવાનું બહાર આવ્યું હતું. ડ્રાઈવરે બસ રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બસ પોતાની મેળે જઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી.
રોડ પર ટ્રાફિક જામ
અકસ્માત બાદ રોડ પર લાંબો જામ થઈ ગયો હતો. એલિવેટેડ રોડ પર લાંબા સમય સુધી એક બાજુથી જામ હતો. વરસાદી માહોલમાં ટ્રાફિક જામના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. અકસ્માતની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જે બાદ ક્રેન બોલાવીને બસને એલિવેટેડ રોડ પરથી હટાવીને સલામત સ્થળે ઊભી રાખવામાં આવી હતી. પોલીસે અકસ્માતના કારણે જામ હટાવ્યો હતો ત્યાર બાદ વાહનવ્યવહાર સુચારૂ રીતે ચાલવા લાગ્યો હતો. હાલમાં શાંતિ અને વ્યવસ્થા સંબંધિત કોઈ સમસ્યા નથી.
Tags accident india Rakhewal school bus