રશિયાએ અમેરિકાને આપી ધમકી, કહ્યું- યુક્રેન મુદ્દે હદ પાર ન કરો

ગુજરાત
ગુજરાત

બે વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધનું અત્યાર સુધી કોઈ પરિણામ આવ્યું નથી. અમેરિકા સહિત લગભગ તમામ નાટો અને પશ્ચિમી દેશો યુક્રેનને હથિયારોની સપ્લાય કરી રહ્યા છે, પરંતુ હજુ પણ યુક્રેનને તેનો બહુ ફાયદો મળ્યો નથી. દરમિયાન હવે રશિયાએ અમેરિકાને કડક ચેતવણી આપી છે. રશિયાએ અમેરિકાને યુક્રેન મુદ્દે મર્યાદા ન ઓળંગવા કહ્યું છે.

લાલ રેખા પાર કરશો નહીં – રશિયા

રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે અમેરિકાને ચેતવણી આપી છે કે યુક્રેનના મુદ્દે લાલ રેખા પાર ન કરે. રશિયાની સરકારી સમાચાર એજન્સી તાસે આ માહિતી આપી છે. રિપોર્ટ અનુસાર વિદેશ મંત્રી લવરોવે કહ્યું કે અમેરિકાએ રશિયા પ્રત્યે પરસ્પર સંયમની ભાવના ગુમાવવાનું શરૂ કરી દીધું છે.

રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે બુધવારે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે યુક્રેનને હથિયારોની સપ્લાઈના મામલામાં અમેરિકાએ લક્ષ્મણ રેખા અથવા લાલ રેખા પાર કરી લીધી છે. લવરોવે કહ્યું કે અમેરિકાએ સમજવું જોઈએ કે આપણી લક્ષ્મણ રેખા એવી નથી કે જેની સાથે ગડબડ થઈ શકે અને તેઓ સારી રીતે જાણે છે કે તેઓ ક્યાં છે. લવરોવે કહ્યું કે અમેરિકા રશિયા પ્રત્યે પરસ્પર સંયમની ભાવના ગુમાવવા લાગ્યું છે, જે ઘણું ખતરનાક છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.