આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ કિડનીની સારવાર માટે સિંગાપોર પહોંચ્યા
આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ કિડનીની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે.ટ્યારે તેની સારવાર માટે તેઓ મંગળવાર મોડી રાત્રે સિંગાપોર ખાતે પહોંચ્યા હતા,જ્યાં તેમની પુત્રી રોહિણી આચાર્યએ તેમનું સ્વાગત કર્યું હતું.લાલુ યાદવની સાથે તેમની પત્ની રાબડી દેવી,સાંસદ પુત્રી મીસા ભારતી, એમએલસી સુનિલ સિંહ,સુભાષ યાદવ પણ સિંગાપુર પહોંચી ગયા છે.લાલુ યાદવના પુત્ર અને બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે લાલુ યાદવની તબિયત વિશે માહિતી આપી છે.જેમા તેમણે કહ્યુ છે કે લાલુ યાદવને કિડનીની સમસ્યા છે.ત્યારે તેમની સારવાર દિલ્હી એઇમ્સના ડૉક્ટરોની દેખરેખ હેઠળ ચાલી રહી છે ત્યારે વધુ સારી સારવાર માટે તેમને સિંગાપોર ખાતે લઈ જવામાં આવ્યા છે.