કોરોનાના વધતા કેસોથી સરકારની ચિંતામાં વધારો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ન્યુ દિલ્હી : ભારતમાં હાલમાં કોરોના મહામારીનો સામનો કરવા લોકડાઇન -૪નો તબક્કો ચાલી રહ્યો છે. જે ૩૧ મે સુધી છે. એક રીતે જાતા લોકડાઉન-૪ની સમય મર્યાદા પૂરી થવામાં છે છતાં કોરોનાના કેસોમાં કોઇ નોંધપાત્ર ઘટાડો થવાને બદલે છેલ્લાં કેટલાય દિવસોથી રોજેરોજ ૬ હજાર કરતાં વધારે કેસો બહાર આવી રહ્યાં છે. અને કેસોની સંખ્યા દોઢલાખ સુધી પહોંચી ગઇ છે. જે જાતાં એવી અટકળો થઇ રહી છે કે સરકાર લોકડાઉન-૫નો નિર્ણય કરે તો નવાઇ નહીં. કેટલાક રાજ્યોએ લોકડાઉન ચાલુ રાખીને વધારે છૂટછાટો આપવાની માંગ કરી છે તો કેટલાકે લોકડાઉન દૂર કરવાનો મત વ્યક્ત કર્યો છે. દરમ્યાનમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૬૩૮૭ નવા કેસ સામે આવ્યા, અને ૧૭૦ લોકોના મોત નેંધાયા છે. લોકડાઉન-૪ આખરી હશે કે લોકડાઉન-૫ પણ અમલમાં મૂકાશે કે કેમ તેની અટકળો વચ્ચે પીએમઓ હાલમાં ચીન અને નેપાલ દ્વારા સરહદે ઉભી કરેલી તંગદીલીનો સામનો કરવાની રણનીતિમાં વ્યસ્ત છે. અને એક-બે દિવસમાં જ લોકડાઉન-૫ અંગેનો નિર્ણય લેવાશે. એક અહેવાલ પ્રમાણે, દેશભરમાં ૧,૫૧,૯૭૩ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને ૪,૩૪૬ લોકોના મોત થયા છે. સાથે જ ૬૪,૨૭૭ લોકો સારવાર બાદ સાજા થયા છે. બીજી તરફ દેશભરમાં મહારાષ્ટÙ ૫૪,૭૫૮ સંક્રમિતો સાથે પહેલા ક્રમે છે જ્યાં ૧,૭૯૨ લોકોએ જીવ ગુમાવ્યો છે. તમિલનાડુ ૧૭,૭૨૮ સંક્રમિતો સાથે બીજા ક્રમે છે જ્યાં ૧૨૮ લોકોના મોત થયા છે. ગુજરાત ૧૪,૮૨૯ દર્દીઓ સાથે ત્રીજા નંબરે છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે જાહેર કર્યું હતુ કે, છેલ્લા ૨૪ કલાકમાં ૬,૩૮૭ નવા કેસ સામે આવ્યા છે અને ૧૭૦ લોકોના મોત થયા છે. સાથે જ અત્યાર સુધી ૪,૩૩૭ લોકોના મોત થયા છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે લોકડાઉનના કારણે જે લોકો પર માઠી અસર પડી તેવા લોકોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાની માંગ કરી છે. સાથે જ રાજ્યમાં સંક્રમણને નિયંત્રિત કરવા માટે અત્યાર સુધી કરવામાં આવેલા પ્રયાસો અને તેના પરિણામોનો અભ્યાસ કરવાના આદેશ આપ્યા છે. દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમા ૭૯૨ નવા દર્દી મળી આવ્યા છે તો આસામના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, બુધવારે રાજ્યમાં ૪ નવા પોઝિટિવ કેસ મળ્યા છે. બિહારમાં કોરોના દર્દીઓનો આંકડો ૩ હજારને પાર થયો છે. ઓરિસ્સામાં બુધવારે ૭૬ કેસ સામે આવ્યા હતા. આ સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિત દર્દી ૧૫૯૩ થઈ ગયા છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.