ગરીબોના ઈંધણ કેરોસીનમાં ભાવ વધારો, સબસીડી ખત્મ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ચાર વર્ષમાં પ્રતિ લીટર રૂા.23.8 નો ભાવ વધારો, રેશનીંગ અને ખુલ્લા બજારમાં વેચાતા કેરોસીનના ભાવ સરખા

રાંધણગેસ પછી હવે કેરોસીનમાં પણ સબસીડી ખત્મ થઈ છે. કેન્દ્ર સરકારે ગરીબોના ઈંધણ એવા કેરોસીનમાં નવો ભાવ વધારો કરતાં સબસીડાઈઝ તથા ખુલ્લા માર્કેટમાં મળતા કેરોસીનનાં ભાવ એક સમાન થઈ ગયા છે. કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે પેશ કરેલા બજેટમાં પણ નવા નાણાંકીય વર્ષ માટે કેરોસીન સબસીડી માટે કોઈ ફાળવણી કરવામાં આવી નથી.ચાલુ નાણાંકીય વર્ષ માટે સબસીડીની રકમ 2677.32 કરોડ હતી તે ગત નાણાંકીય વર્ષમાં 4158 કરોડ હતી.

સુત્રોએ કહ્યું કે કેરોસીનની સબસીડીનો બોજ ઘટાડવા ગત 2016 થી દર પખવાડીયે કેરોસીનનાં ભાવમાં પ્રતિલીટર 25 પૈસાનો વધારો કરવાની નીતિ પનાવવામાં આવી હતી. ગત ફેબ્રુઆરીમાં જ સબસીડી પર પડદો પડી ગયો હતો. છેલ્લા ચાર વર્ષમાં કેરોસીનમાં રૂા.23.8 નો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો હતો.મુંબઈમાં આ ભાવ રૂા.36.12 થયો છે.રેશનીંગમાં આવતા કેરોસીનનાં ભાવમાં વૈશ્ર્વીક ભાવના ધોરણે દર મહિને ફેરફાર કરવામાં આવે છે. છેલ્લા જાન્યુઆરીમાં રૂા.3.87 નો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. હવે કેરોસીનનાં ભાવ વધારાની ખાસ નોંધ લેવાતી નથી અને વિપક્ષો કે અન્ય પણ ગરીબોના ઈંધણ મામલે કાંઈ બોલતા નથી. સરકારે 8 કરોડ પરિવારોને મફત ગેસ સીલીન્ડર આપ્યા હોવાથી કેરોસીનનો વપરાશ ઘટી ગયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.