મહારાષ્ટ્ર વિધાનસભામાં ચોમાસુસત્ર દરમિયાન હંગામો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મહારાષ્ટ્ર વિધાસભામાં ચોમાસુસત્રનો આજે પાંચમો દિવસ છે. સત્રની શરૂઆત સત્તાપક્ષ અને વિપક્ષના હંગામાથી થઈ. ઉદ્ધવ જૂથના અને શિંદે જૂથના ધારાસભ્યો વચ્ચે ઝપાઝપી થઈ હતી. બન્ને જૂથના ધારાસભ્યોએ એકબીજા સાથે ધક્કામૂકી પણ કરી. વિધાનસભાનાં પગથિયાં પર વિપક્ષે સરકાર સામે સૂત્રોચ્ચાર પણ કર્યો હતો.

ભાજપના ધારાસભ્યો નિતેશ રાણેએ આજે ગૃહમાં કહ્યું હતું કે રાજ્યના અહમદનગરમાં ધર્મપરિવર્તનના નામ પર છોકરીઓ પર અત્યાચાર થયા છે. આવી ઘટનાઓ રાજ્યમાં વધી રહી છે. તેમણે કહ્યું હતું કે હિન્દુ છોકરીઓને ફસાવવા માટે યુવકોને રેટ કાર્ડ અપાયું છે, જે અંતર્ગત આ યુવકોને પૈસા મળે છે.

રાણેનું કહેવું છે કે હિન્દુ યુવતીઓને રાજ્યમાં ટાર્ગેટ કરાઈ રહી છે. એટલા માટે અન્ય રાજ્યોની જેમ મહારાષ્ટ્રમાં પણ ધર્માંતરણવિરોધી કાયદો બનાવવો જોઈએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.