![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2021/04/content_image_240fb2e0-078e-451a-b008-980da98a62f8.jpeg)
દેશમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 2.60 લાખ કેસ નોંધાયા, 1.38 લાખ લોકો સાજા થયા, આજે એક્ટિવ કેસ 18 લાખને પાર થશે
દેશમાં કોરોનાના કેસના આંકડા દરરોજ નવા રેકોર્ડ્સ બનાવવામાં આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 2 લાખ 60 હજાર 533 નવા પોઝિટિવ વ્યક્તિઓની ઓળખ કરવામાં આવી હતી. આ અગાઉ શુક્રવારે 2.33 લાખ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં એક લાખ 38 હજાર 156 લોકો સાજા થયા હતા અને 1492 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
શનિવારે સૌથી વધુ કેસ ધરાવતા રાજ્યોમાં મહારાષ્ટ્ર (67,123), ઉત્તરપ્રદેશ (27,334), દિલ્હી (24,375), કર્ણાટક (17,489) અને છત્તીસગઢ (16,083)નો સમાવેશ થાય છે. દેશમાં ગઇકાલે સામે આવેલા કુલ નવા કેસોમાંથી 58% થી વધુ કેસ આ રાજ્યોમાં જ નોંધાયા છે.
એક્ટિવ કેસની સંખ્યા એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓના આંકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ગઈ કાલે 1.20 લાખનો વધારો થયો છે. હાલમાં દેશમાં 17 લાખ 93 હજાર 976 લોકોની સારવાર કરવામાં આવી રહી છે. છેલ્લા થોડા દિવસોથી એક્ટિવ કેસોની સંખ્યા જે ગતિ સાથે વધી રહી છે, આજે આ આંકડો 18 લાખને પાર પહોંચશે.