દેશમાં ૨૪ કલાકમાં રેકોર્ડ ૧૯૪ના મોત
ન્યુ દિલ્હી : કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે દેશ અને દુનિયાના મોટાભાગના વિસ્તારોમાં લાકડાઉન સહિત અલગ-અલગ પ્રતિબંધો લાગૂ છે. જા કે હજુ સુધી કોરોના સંક્રમિતોની સંખ્યામાં કોઈ ઘટાડો જાવા નથી મળી રહ્યો. ભારતમાં પણ કોરોના વાઈરસા પોઝિટિવ કેસોમાં ચિંતાજનક વધારો જાવા મળી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૬૫૬૬ નવા કેસ નોંધાયા છે. જ્યારે આ સમયગાળા દરમિયાન ૧૯૪ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. જે એક દિવસમાં મોતને ભેટનારા લોકોનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. જાકે એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી દર ૪૨.૭૫ ટકા સુધી પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૨૬૬ લોકો કોરોના સંક્રમણને મહાત આપીને સ્વસ્થ થવામાં સફળ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, આ સાથે જ અત્યાર સુધી દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને ૧,૫૮,૩૩૩ પર પહોંચી ગઈ છે. જ્યારે આ જીવલેણ બીમારીના કારણે અત્યાર સુધી દેશમાં કુલ ૪,૫૩૧ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
દેશના કુલ ૧,૫૮,૩૩૩ કેસોમાંથી ૬૭,૬૯૨ લોકો સ્વસ્થ થઈ ચૂક્્યા છે, જ્યારે ૮૬,૧૧૦ એÂક્ટવ કેસો છે. કોરોનાના કારણે દેશમાં મહારાષ્ટÙ સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. જ્યાં કોરોનાના ૫૭ હજાર કરતાં વધુ કેસો નોંધાઈ ચૂક્્યાં છે, જેમાંથી ૧૮૯૭ લોકો મોતને ભેટ્યા છે. જ્યારે ૧૮૯૭ લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે. જ્યારે તમિલનાડુમાં કુલ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧૮,૫૪૫ છે. જેમાંથી ૧૩૩ લોકોના મોત થઈ ચૂક્્યા છે. જ્યારે દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૧૫,૨૫૭ છે, જેમાંથી ૩૦૩ લોકોના મરણ નોંધાયા છે.