RBIની નવી ક્રેડિટ પોલીસી, વ્યાજદરોમાં કોઈ ફેરફાર નહી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કેન્દ્રીય બજેટ પછી પ્રથમ ધિરાણ નીતિની સમીક્ષા કરતી રિઝર્વ બેન્ક, ભારતીય અર્થતંત્ર હવે વન-વે ઉંચાઈ તરફ જ દોરવાનો રિઝર્વ બેન્કના ગવર્નરનો દાવો: મોંઘવારી દરનો અંદાજ ઘટાડીને 5.2 ટકા કરાયો

રીઝર્વ બેન્ક દ્વારા વ્યાજદરોમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી અને નવા વર્ષે વિકાસ દર 17.5 ટકાએ ડબલ ડીજીટમાં રહેવાનો અંદાજ મુકવામાં આવ્યો હતો. રિઝર્વ બેન્ક દ્વારા ધિરાણ નીતિની ત્રિમાસીક સમીક્ષા કરવામાં આવ્યા બાદ આરબીઆઈનાં ગવર્નર શશીકાંત દાસે જાહેર કર્યુ હતું કે રેપોરેટ 4 ટકા તથા રિવર્સ રેપોરેટ 3.35 ટકાએ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લીકવીડીટી પરિસ્થિતિને ધ્યાને લઈને સીઆરઆર બે તબકકે વધારાશે. 27 માર્ચથી 3.5 ટકા તથા 22 મેથી 4 ટકા થશે.

રિઝર્વ બેન્ક દ્વારા મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરતાં તેઓએ કહ્યું કે રીટેઈલ ઈન્વેસ્ટરોને બોન્ડ માર્કેટમાં પણ પ્રવેશની છુટ મળશે. રીઝર્વ બેન્ક મારફત જ સીધા વ્યવહાર કરી શકાશે.જી-સિકયુરીટીઝમાં સામેલ થવા સીધી રીઝર્વ બેંક મારફત સવલત મળશે. ભારતીય અર્થતંત્ર વિશે તેઓએ કહ્યું કે દેશનું અર્થતંત્ર હવે ઉંચાઈની એક જ દિશામાં આગળ વધશે. વર્ષ 2022 માં વિકાસદર 10.5 ટકાએ પહોંચી શકશે અને ત્યાં સુધીમાં અર્થતંત્રને કોરોનાથી થયેલુ તમામ નુકશાન સરભર થઈ શકશે.

તેઓએ કહ્યું કે અર્થતંત્રમા સારો વિકાસ-રિકવરી દેખાઈ રહ્યા છે અને અત્યારે માત્ર વિકાસને વેગ આપવાનું જ લક્ષ્ય રાખવુ પડે તેમ છે.રિકવરીનાં સંકેત વધુ મજબુત દેખાય રહ્યા છે. કોરોના બાદ સ્થિત નોર્મલ થઈ હોય તેવા ક્ષેત્રોની સંખ્યા પણ સતત વધી રહી છે. મોંઘવારી દર 6 ટકાથી નીચે આવ્યા વિશે સંતોષ દર્શાવવામાં આવ્યો હતો.બીજા ત્રિમાસીક ગાળામાં ઉત્પાદન ક્ષેત્ર પ્રથમ ત્રિમાસીક ગાળા કરતાં 63.3 ટકા વધુનાં સ્તરે ધમધમ્યુ હતું. આ ઉપરાંત વિદેશી રોકાણમાં પણ વૃધ્ધિ જોવા મળી છે જે ભારતીય અર્થતંત્ર પરના વિશ્ચાસને સુચવે છે. ચાલુ નાણાકીય વર્ષમાં મોંઘવારી દરનો અંદાજ 5.2 ટકા કરવામાં આવ્યો છે જે અગાઉ 5.8 ટકા અંદાજવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.