રવિશંકર પ્રસાદે કહ્યું- મહારાષ્ટ્રના ગૃહ મંત્રીનું લક્ષ્ય 100 કરોડ હતુ, તો બાકીના મંત્રીઓનું કેટલું હતુ?

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

એન્ટિલિયા કેસમાં મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહના પત્ર બાદ ભાજપે મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર પર નિશાન સાધ્યું છે. કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે રવિવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખ પર 100 કરોડ રૂપિયાની વસૂલાતને લક્ષ્ય બનાવવાના આરોપ લાગ્યા છે, તેથી સવાલ એ ઉભો થાય છે કે શું દેશમુખ આ વસૂલી પોતાના માટે કરી રહ્યા હતા કે NCP માટે અથવા ઉદ્ધવ સરકાર માટે? જો ગૃહમંત્રીનું લક્ષ્ય 100 કરોડ હતું, તો બાકીના મંત્રીઓનું કેટલું હતું? જો મુંબઈથી 100 કરોડ વસૂલવાના હતા, તો બાકીના અન્ય મોટા શહેરો માટે કેટલી રકમ નક્કી કરવામાં આવી હતી?

રવિશંકર પ્રસાદે પૂછ્યું કે મુંબઇ પોલીસના પૂર્વ સહાયક પોલીસ ઈન્સપેક્ટર સચિન વઝે કોના દબાણ હેઠળ લાવવામાં આવ્યા હતા. શિવસેનાના દબાણ હેઠળ, મુખ્યમંત્રી કે શરદ પવારના દબાણમાં? તેઓએ કહ્યું કે તે ભ્રષ્ટાચારનો કેસ નથી. આ ઓપરેશન લૂંટ છે. વસૂલી કરવી તે એક ગુનો છે અને જો આ કેસમાં શરદ પવારને બ્રીફ કરવામાં આવી રહ્યા છે, તો પછી સવાલ ઉભો થાય છે કે જ્યારે શરદ પવાર સરકારમાં જ નથી, તો પછી તેમને શા માટે બ્રીફ કરવામાં આવી રહ્યા છે? સવાલ એ પણ ઉભો થાય છે કે પવારે પોતાના કક્ષાએ કયા પગલાં ભર્યા ?

પ્રસાદે કહ્યું કે પવાર સાહેબનું મૌન સવાલો ઉભા કરે છે અને ઉદ્ધવ ઠાકરે પણ મૌન છે. તેઓ અંદર અને બહાર વઝેનો બચાવ કરી રહ્યા છે. વઝે એક ASI છે, જેને ક્રાઈમ CID નું પદ આપવામાં આવ્યું હતું. આ એક આશ્ચર્યજનક વાત છે.

પ્રસાદે વધુમાં કહ્યું કે એક તરફ મુખ્યમંત્રી તેમનો બચાવ કરે છે. બીજી તરફ ગૃહમંત્રી કહે છે કે, મને 100 કરોડ આપો. આ એક ખૂબ જ ગંભીર મુદ્દો છે. આ મામલે ગંભીર અને પ્રામાણિક તપાસની જરૂર છે. કેસની તપાસ એક સ્વતંત્ર એજન્સી દ્વારા થવી જોઈએ, પવાર સાહેબની આમાં ભૂમિકા હોઇ શકે છે. મુંબઈ પોલીસની ભૂમિકા હોઈ શકે છે. આ કેસમાં મુખ્યમંત્રીઅને ગૃહ મંત્રી પાસેથી પણ ઘણા પ્રશ્નો પૂછી શકાય છે.

​​​​​​​કેન્દ્રીય પ્રધાને કહ્યું, ‘એક સવાલ એ ઉભો થાય છે કે મહારાષ્ટ્ર સરકારે કેટલા ખરાબ કામ કરાવ્યા? હું આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે મુખ્યમંત્રી એક ઈન્સ્પેકટરનો બચાવ કરી રહ્યા છે. મેં આ પહેલાં ક્યારેય જોયું નથી. છેવટે, તેને બચાવવા માટેની શું મજબૂરી છે. તેના પેટમાં શું-શું રહસ્ય છુપાયેલું છે. તે વાતને સમજવી જોઈએ. અમારી આશંકા એ છે કે સમગ્ર મહારાષ્ટ્ર સરકાર તેને બચાવી રહી છે, કારણ કે તેની પાસે ઘણાં રહસ્યો છુપાયેલા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.