ભોપાલની હૉસ્પિટલમાં ઉંદરોએ મૃતદેહને કોતર્યા
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની સૌથી મોટી સરકારી હોસ્પિટલોમાંની એક હમીદિયા હોસ્પિટલના શબગૃહમાંથી બેદરકારીનો મામલો સામે આવ્યો છે. હકિકતમાં, હોસ્પિટલના શબઘરમાં રખાયેલા મૃતદેહને ઉંદરો કોતરી રહ્યાં છે.તા, આ સમાચાર ફેલાતા જ હોસ્પિટલ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો. હોસ્પિટલની આ બેદરકારી બાદ રાજ્યના તબીબી શિક્ષણ મંત્રી વિશ્વાસ સારંગે તપાસના આદેશ આપ્યા છે.
આ સમાચાર ફેલાતા જ આ મામલે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. હોસ્પિટલ પ્રશાસનની બેદરકારી, કોંગ્રેસે રાજ્યની ભાજપ સરકારને ટોણો માર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 50 વર્ષીય આરબી સિંહનું તાજેતરમાં નિધન થયું હતું. તેમના મૃત્યુ બાદ તેમના મૃતદેહને હમીદિયા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યો હતો.
જ્યારે મૃતકના મૃતદેહને શબગૃહમાંથી બહાર કાઢવામાં આવ્યો ત્યારે બંને કાનમાંથી લોહી વહી રહ્યું હતું, જેમાં જાણવા મળ્યું હતું કે, શબઘરમાં ડીપ ફ્રીઝરમાં રાખવામાં આવેલા મૃતદેહને ઉંદરોએ ડંખ માર્યો હતો.
આ બેદરકારીના સમાચાર વાયુવેગે ફેલાતા જ હોસ્પિટલ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો. રાજ્ય સરકારના તબીબી શિક્ષણ મંત્રી વિશ્વાસ સારંગે આ મામલે તપાસના આદેશ આપ્યા છે અને કહ્યું છે કે, તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે.
આ મામલે કોંગ્રેસના મીડિયા વિભાગના પ્રમુખ કેકે મિશ્રાનું કહેવું છે કે, રાજ્યમાં હવે તો મૃત્યુ બાદ પણ માનવ શરીર સુરક્ષિત નથી. આ મામલે તબીબી શિક્ષણ મંત્રી સારંગ અને ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ થવી જોઈએ. તેમણે કહ્યું કે, ડેડ બોડી સુરક્ષિત નથી એટલે કે સારંગ દોષિત છે. સાથે જ ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા દરેક વિષય પર બોલવાની બીમારીથી પીડિત ડોક્ટર છે, તેઓ સરકારના પ્રવક્તા પણ છે, તેથી તેમણે સરકારનો પક્ષ રાખવો જોઇએ.
Tags india lokdaun rakhewaldaily