વેંકૈયા નાયડુએ વિપક્ષના 8 સાંસદને સત્રમાંથી એક સપ્તાહ માટે સસ્પેન્ડ કર્યા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુએ સોમવારે વિપક્ષી 8 સાંસદને એક સપ્તાહ માટે સદનની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કર્યા છે. રવિવારે કૃષિ સાથે જોડાયેલાં બે બિલ સદનમાં પાસ થયાં હતાં. ચર્ચા દરમિયાન વિપક્ષી સાંસદોએ વેલમાં આવીને નારેબાજી કરી હતી, ઉપસભાપતિ હરિવંશનું માઈક કાઢવાની કોશિશ કરાઈ હતી.

જે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એમાં તૃણમૂલના ડેરેક ઓ બ્રાયન, કોંગ્રેસના રાજીવ સાતવ, આમ આદમી પાર્ટીના સંજય સિંહ, કે કે રાગેશ, રિપુન બોરા, ડોલા સેન, સૈયદ નઝીર હુસૈન અને ઈલામારન કરીમ છે. આ તમામ પર સંસદમાં અયોગ્ય વ્યવહાર કરવાનો આરોપ છે.

લોકસભામાં જનહિત સાથે જોડાયેલા જરૂરી મામલાઓ પર ચર્ચા કે ઝીરો અવર પહેલી વખત અડધી રાત સુધી ચાલ્યો. ઘણા સાંસદો અને લોકસભા સચિવાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે 17 એપ્રિલ 1952માં લોકસભાની રચના પછી પ્રથમ વખત આવું બન્યું છે. લોકસભાની કાર્યવાહી રવિવારે બપોરે 3 વાગ્યાથી શરૂ થઈ હતી. પ્રશ્નકાળ પછી રાતે 10.30 વાગ્યે ઝીરો અવર શરૂ થયો, જે રાતે 12.34 કલાક સુધી ચાલ્યો. ઝીરો અવરમાં ચર્ચા માટે સાંસદોએ પહેલેથી પ્રશ્નો કહેવાની જરૂર હોતી નથી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.