ભારત આવ્યાના 43 દિવસ પછી ફાઈટર જેટ વાયુસેનાનો હિસ્સો બનશે, રાજનાથ સિંહ અને ફ્રાન્સના રક્ષામંત્રીની હાજરીમાં સર્વધર્મ પૂજા શરૂ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ફ્રાન્સમાંથી ખરીદવામાં આવેલા 5 આધુનિક લડાકૂ વિમાન રાફેલને આજે અંબાલાના એરફોર્સ સ્ટેશનમાં વાયુસેનામાં સામેલ કરવામાં આવશે. આ દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ફ્રાન્સના રક્ષા મંત્રી ફ્લોરેન્સ પાર્લેની હાજરીમાં સર્વધર્મ એટલે કે હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ ધર્મ અનુસાર પૂજા કરવામાં આવી રહી છે. સેરેમની 6 કલાક ચાલશે.

10 વાગ્યે રક્ષામંત્રી આવશે, 10.30 વાગ્યાથી એર શો સમારંભને ઐતિહાસિક બનાવવા માટે વાયુસેનાએ તૈયારીઓ પૂરી કરી લીધી છે. સવારે 10 વાગ્યે રાજનાથ સિંહ અને ફ્રાન્સના રક્ષામંત્રી અમ્બાલા એરફોર્સ સ્ટેશનમાં લેન્ડ કરશે. પછીથી 10.30 વાગ્યાથી એર શો શરૂ થશે. હવામાં એક પછી એક વિવિધ વિમાનો પ્રદર્શન કરશે. તે પછી ધ્રુવ હેલીકોપ્ટરની સારંગ ટીમ કરતબ બતાવશે. આ પહેલા 2016માં પણ સારંગ ટીમ ​અંબાલામાં એર શો કરી ચૂકી છે. અંબાલામાંના લોકો ઘરની છતો પરથી એર શો જોઈ શકશે.

રાફેલની સાથે અંબાલામાં પ્રથમ વખત સ્વદેશી તેજસ પણ કરતબ બતાવશે. તેજસ વિમાનમાં રાફેલની જેમ જ ડેલ્ટા વિંગ છે. આ સિવાય જગુઆર અને સુખોઈ-30 પણ પરફોર્મ કરશે.

રાફેલરાફેલ ફાઈટર જેટની અંબાલા ખાતે આવેલી 17 સ્ક્વાડ્રનમાં સત્તાવાર એન્ટ્રી ઈતિહાસના પાનામાં નોંધાશે. 17 વર્ષ પછી કોઈ રક્ષા મંત્રી અંબાલા એરફોર્સ સ્ટેશનમાં કોઈ મોટા સમારોહમાં સામેલ થશે.

ભારતે ફ્રાન્સ સાથે 2016માં 58 હજાર કરોડ રૂપિયામાં 36 રાફેલ જેટની ડીલ કરી હતી જેમાંથી 30 ફાઈટર જેટ્સ હશે અને 6 ટ્રેનિંગ એરક્રાફ્ટ પણ હશે. ટ્રેનર જેટ્સ ટૂ સીટર હશે અને તેમાં પણ ફાઈટર જેટ્સ જેવા તમામ ફીચર હશે. ભારતને જુલાઈના અંતમાં 5 રાફેલ ફાઈટર જેટ્સનો પહેલો જથ્થો મળ્યો છે. 27 જુલાઈએ 7 ભારતીય પાયલટ્સે રાફેલ અંગે ફ્રાન્સથી ઉડાન ભરી હતી અને 7,000 કિમીની સફર નક્કી કરીને 29 જુલાઈએ ભારત પહોંચ્યા હતા.

ગત વર્ષે દશેરાના દિવસે 8 ઓક્ટોબરે રાફેલ જ્યારે ભારતને સોંપવામાં આવ્યા હતા. ત્યારે ફ્રાન્સમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે હિન્દુ વિધિ પ્રમાણે શસ્ત્ર પૂજા કરીને રાફેલ પર ‘ઓમ’ બનાવીને નારિયેળ ચઢાવ્યું હતું અને દોરો બાંધ્યો હતો. તેમની આ પૂજા અંગે વિપક્ષે સવાલ ઊભા કર્યા હતા.

ઓગસ્ટ 2003માં NDA સરકારમાં રક્ષામંત્રી રહી ચુકેલા જ્યોર્જ ફર્નાડિસે 73 વર્ષની ઉંમરમાં મિગ-21 બાઈસનમાં ઉડાન ભરી હતી. એ વખતે મિગ-21 દુર્ઘટનામાં સતત પાયલટના મોત થવાના કારણે સરકાર પર સવાલ ઉઠવા લાગ્યા હતા. આ વિમાનોને ફ્લાઈંગ કોફિન પણ કહેવા લાગ્યા હતા.

અંબાલામાં ત્યારે મિગ-21ની કોબરા સ્ક્વોડ્રન તહેનાત હતી. જ્યોર્જ ફર્નાડિસે કોબરા સ્ક્વાડ્રનના કમાંડિંગ ઓફિસર વિંગ કમાંડર એન હરીશ સાથે ઉડાન ભરી હતી. લગભગ 25 મિનિટની ઉડાન પછી તેમણે આ વિમાનની પ્રશંસા કરીને તેને રિયલ ફાઈટિંગ મશીન ગણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.