વરિષ્ઠ મંત્રીઓ અને સેનાના અધિકારીઓ આજે મીટિંગ કરી શકે છે, ચીનની વિરુદ્ધ ભારતની તૈયારીઓ સહિત 3 મુદ્દાઓ પર ચર્ચાની શકયતા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

લદ્દાખમાં ચીન સાથેના તણાવના મુદ્દા પર ચર્ચા માટે આજે મોદી સરકારના મંત્રીઓ અને સેનાના અધિકારીઓની મીટિંગ થવાની શકયતા છે. ન્યુઝ એજન્સી એનએનઆઈના સૂત્રોના જણાવ્યા મુજબ ચીનના મામલાને ડીલ કરી રહેલા સિનિયર મિનિસ્ટર અને મિલિટ્રી અધિકારી બેઠકમાં સામેલ થશે. તેમાં લદ્દાખથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી ભારત-ચીન સીમાની સ્થિતિ પર વાત કરવામાં આવશે.

ભારત-ચીનના આર્મી અધિકારીઓની વચ્ચે પહેલા 5 રાઉન્ડની મીટિંગ્સમાં કોઈ મહત્વનો માર્ગ નીકળ્યો ન હતો. પૂર્વ લદ્દાખના ફિંગર-4 વિસ્તારથ ચીન પાછળ હટી રહ્યું નથી પરંતુ ચીને સૈનિકોની સંખ્યા વધારી દીધી છે. ન્યુઝ એજન્સીના જણાવ્યા મુજબ ભૂતાનમાં ચીનના બિલ્ડઅપને લઈને સરકારે થોડા દિવસો પહેલા જ ચર્ચા કરી હતી.

ભારત-ચીનની વચ્ચે એપ્રિલ-મેથી તણાવ બની રહ્યું છે. ચીનના સૈનિક પૂર્વી લદ્દાખમાં ગલવાન ઘાટીથી લઈને ફિંગર એરિયા અને પૈંગોન્ગ સરોવરમાં ઘણી વખત ઘુસણખોરીની કોશિશ કરી ચૂક્યા છે. 15 જૂને ગલવાનમાં ભારત-ચીન વચ્ચે અથડામણ થઈ હતી. 29-30 ઓગસ્ટની રાતે ચીને પૈેંગોન્ગ સરોવરના દક્ષિણ પહાડ પર કબ્જો કરવાની કોશિશ કરી હતી, જોકે ભારતીય જવાનોએ નિષ્ફળ બનાવી હતી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.