છત્તીસગઢમાં કલેક્ટર પરિસરના 10 કિમી વિસ્તારમાં 17,294 લોકો સંક્રમિતોના સંપર્કમાં આવ્યા; જનસંપર્ક કાર્યાલયનો અડધો સ્ટાફ પોઝિટિવ; દેશમાં 38.56 લાખ કેસ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશમાં કોરોના વિરુદ્ધ લડાઈ ચાલી રહી છે. જેમાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે(ICMR) જણાવ્યું કે, બુધવારે 11 લાખ 72 હજાર 179 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં અત્યાર સુધી 4 કરોડ 55 લાખ 9 હજાર 380 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

તો આ તરફ દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 38 લાખ 56 હજાર 731 થઈ ગઈ છે. બુધવારે દેશમાં રેકોર્ડ 82 હજાર 860 દર્દી વધ્યા હતા. આ પહેલા 29 ઓગસ્ટે સૌથી વધુ 78 હજાર 479 દર્દી નોંધાયા હતા. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે.

છત્તીસગઢના રાયપુરમાં આરોગ્ય સેતુ એપ દ્વારા કલેક્ટર પરિસરના 10 કિમી વિસ્તારમાં 17,294 લોકો પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવ્યા હોવાની માહિતી મળી છે. ત્યારપછી જિલ્લા પ્રશાસને એલર્ટ આપી દીધું છે. આ તમામ લોકોને કહેવામાં આવ્યું છે કે, તમારું આરોગ્ય સેતુ સ્ટેટસ હાઈ રિસ્ક બતાવતું હોય, તો પોતાને આઈસોલેટ કરી લો. અને કોરોના વાઈરસના લક્ષણો દેખાય તો તાત્કાલિક કોરોનાનો ટેસ્ટ કરાવો. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, જનસંપર્ક કાર્યાલયનો 50% સ્ટાફ કોરોના પોઝિટિવ છે.

અભિનેતા દિલીપ કુમારના નાના ભાઈ અહેસાન ખાનનું બુધવારે મોડી રાતે 11 વાગ્યે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં નિધન થઈ ગયું છે. તે કોરોના પોઝિટિવ હતા. તેમને પહેલા હાર્ટ ડિસીઝ, હાઈપરટેન્શન અને અલ્જાઈમરની બિમારી પણ હતી. અહેસાન લગભગ એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.