1600થી વધુ ભારતીય કંપનીમાં ચીનનું 7500 કરોડનું રોકાણ, ખાસ કરીને સ્ટાર્ટ-અપ્સમાં ચીનની એજન્સીઓ દ્વારા મોટે પાયે રોકાણ કરાયું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

એક તરફ ભારત-ચીન વચ્ચે સરહદે તંગદિલીને પગલે કેન્દ્ર સરકાર ચાઇનીઝ પ્રોડક્ટ્સ-એપ્સ પર સતત પ્રતિબંધ લાદી રહી છે તો બીજી તરફ 1,600થી વધુ ભારતીય કંપનીને એપ્રિલ, 2016થી માર્ચ, 2020 સુધીનાં 4 વર્ષ દરમિયાન ચીનમાંથી 1 અબજ ડોલર (અંદાજે 7,500 કરોડ રૂપિયા)નું સીધું વિદેશી મૂડીરોકાણ (એફડીઆઇ) મળ્યું છે.

મંગળવારે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં આ આંકડો જણાવાયો હતો. સરકારને પ્રશ્ન કરાયો હતો કે શું ભારતીય કંપનીઓ, ખાસ કરીને સ્ટાર્ટ-અપ્સમાં ચીનની એજન્સીઓ દ્વારા મોટે પાયે રોકાણ કરાયું છે એ સાચી વાત છે? સરકારી આંકડા મુજબ, 1,600થી વધુ કંપનીએ એપ્રિલ, 2016થી માર્ચ, 2020 દરમિયાન ચીનમાંથી 1.02 અબજ ડોલરનું એફડીઆઇ મેળવ્યું છે.

આ ગાળામાં સર્વિસ સેક્ટરને 13.96 કરોડ ડોલરનું એફડીઆઇ મળ્યું. રાજ્યકક્ષાના નાણામંત્રી અનુરાગ સિંહ ઠાકુરે લેખિત જવાબમાં કહ્યું હતું કે કોર્પોરેટ બાબતોનું મંત્રાલય ચીની એજન્સીઓ દ્વારા કરાતા રોકાણનો ડેટા નથી રાખતું.

જવાબમાં એમ પણ જણાવાયું હતું કે આ કંપનીઓ 46 ક્ષેત્રમાં હતી, જેમાંથી ઓટોમોબાઇલ ઉદ્યોગ, પુસ્તકોનું પ્રિન્ટિંગ (લિથો પ્રિન્ટિંગ ઉદ્યોગ સહિત), ઇલેક્ટ્રોનિક્સ, સર્વિસીસ અને વીજ ઉપકરણોની કંપનીઓએ આ ગાળામાં ચીનમાંથી 10 કરોડ ડોલરથી વધુ એફડીઆઇ મેળવ્યું. ઓટોમોબાઇલ ઉદ્યોગને ચીનમાંથી સૌથી વધુ 17.2 કરોડ ડોલરનું એફડીઆઇ મળ્યું.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.