ચેન્નાઈ હિટ એન્ડ રન/ રાજ્યસભાના સાંસદની પુત્રીએ ફૂટપાથ પર સૂતેલા માણસને BMW વડે કચડી નાખ્યો
પુણેનાં ચર્ચિત પોર્શ કાર દુર્ઘટના બાદ ફરી એકવાર એવી જ ઘટના ચેન્નાઈમાં બની છે. જ્યાં આરોપીએ તેની લગ્જરી કાર એક વ્યક્તિ પર ચડાવી દીધી. જો કે, ઘટનામાં પીડિતનું મોત નીપજ્યું છે. જ્યારે મીડિયા રીપોર્ટ અનુસાર ઘટના બાદ આરોપીને જામીન પણ મળી ગયા છે. આપણે જણાવી દઈએ કે આ મામલો હાઈ પ્રોફાઈલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપી કાર ચાલક રાજ્યસભા સાંસદની પુત્રી છે. જેને કથિતરૂપથી તેની BMW કાર ફૂટપાઠ પર એક વ્યક્તિ પર ચડાવી દીધી. અને તેનું મોત નીપજ્યું હતું. આરોપી મહિલા YSR કોંગ્રેસ પાર્ટીનાં રાજ્યસભા સાંસદ બિડા મસ્તાન રાવની પુત્રી છે.
આરોપી મહિલાને જામીન પણ મળી ગયા
તમને જણાવી દઈએ કે ઘટના બાદ પોલીસે આરોપી મહિલા ચાલકની ધરપકડ કરી હતી. જો કે, મીડિયા રીપોર્ટમાં જણાવવામાં આવી રહ્યું છે કે આરોપીને જામીન પણ મળી ગયા છે. કાર YSR કોંગ્રેસ પાર્ટીનાં રાજ્યસભા સાસંદ બિડા મસ્તાન રાવની બેટી માધુરી ચલાવી રહી હતી. કથિત રીતે આરોપીએ ચેન્નાઈનાં બેસેન્ટ નગરમાં ફૂટપાથ પર સુઈ રહેલા એક પેંટર પર તેની કાર ચડાવી દીધી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે માધુરીની સાથે તેની એક સહેલી પણ હતી.
અંગ્રેજી અખબાર હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ ઘટના બાદ મહિલા સ્થળ પરથી ભાગી ગઈ હતી. તેની સાથે તેની એક મિત્ર પણ હતી. રિપોર્ટ અનુસાર, મૃતક સૂર્ય સોમવારની રાત્રે બેસંત નગરમાં ફૂટપાથ પર સૂતો હતો, ત્યારે તેને એક લક્ઝરી BMW કારે કચડી નાખ્યો. આ અકસ્માતમાં સૂર્યાનું મોત થયું હતું. ઘટના પછી, પોલીસે IPC કલમ 304 A (બેદરકારીથી મૃત્યુનું કારણ) હેઠળ કેસ નોંધ્યો છે, જે જામીનપાત્ર ગુનો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજ્યસભા સાંસદની પુત્રી અકસ્માત બાદ ઘટનાસ્થળેથી ભાગી ગઈ હતી. તે જ સમયે તેના મિત્રએ નજીકમાં એકઠા થયેલા લોકો સાથે દલીલ કરવાનું શરૂ કર્યું. આ પછી તે પણ સ્થળ પરથી ભાગી ગઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ જોઈને ઘટનાની માહિતી મેળવી હતી. ત્યારપછી જ્યારે કારનું રજીસ્ટ્રેશન ચેક કરવામાં આવ્યું તો તે બીડા મસ્તાન રાવ ગ્રુપની હોવાનું બહાર આવ્યું. કાર પુડુચેરીમાં નોંધાયેલ છે. જે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. જોકે બાદમાં તેને જામીન મળી ગયા હતા.