રાજસ્થાનમાં 74.13 ટકા થયું મતદાન, જેસલમેર જિલ્લામાં થયું સૌથી વધારે મતદાન

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

  • રાજસ્થાનમાં 74.13 ટકા મતદાન થયું
  • સૌથી ઓછું મતદાન પાલી જિલ્લામાં 65.11 ટકા થયું
  • સૌથી વધારે જેસલમેર જિલ્લામાં 82.32 ટકા મતદાન થયું

શનિવારે મોડી રાત્રે આવેલા આંકડા પ્રમાણે રાજસ્થાનમાં 199 વિધાનસભા સીટો પર રેકોર્ડ બ્રેક 74.13 ટકા મતદાન થયું છે જે ગત ટર્મ કરતા વધારે છે. 2018ની ચૂંટણીમાં 74.06 ટકા મતદાન થયું હતું. આ વખતે સૌથી વધારે જેસલમેર જિલ્લામાં 82.32 ટકા મતદાન થયું છે. તો બીજી તરફ સૌથી ઓછું મતદાન પાલી જિલ્લામાં 65.11 ટકા થયું છે. મતદાન પૂર્ણ થયા બાદ ભાજપ અને કોંગ્રેસે પોતાની સરકાર બની રહી હોવાનો દાવો કર્યો છે.

રાજસ્થાનમાં મારામારી અને ગોળીબાર વચ્ચે 25 નવેમ્બરે મતદાન થયું હતું. 199 વિધાનસભા બેઠકો માટે ઘણી જગ્યાએ લોકો મોદી સાંજ સુધી મતદાન માટે લાઈનમાં ઉભા જોવા મળ્યા હતા. રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 74.13 ટકા મતદાન થયું હતું. જેસલમેરના પોખરણમાં સૌથી વધુ 87.79 ટકા અને તિજારામાં 85.15 ટકા મતદાન થયું હતું. જ્યારે સૌથી ઓછો મારવાડ જંકશનમાં 61.10 ટકા અને આહોરમાં 61.19 ટકા હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.