રાજસ્થાનનું રાજકારણ : બસપા ધારાસભ્યો કોંગ્રેસમાં સામેલ થવા મામલે સુપ્રીમ કોર્ટમાં આવતીકાલ સુધી સુનાવણી ટળી
રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે બસપા ધારાસભ્યોના મામલે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી હતી. હવે 11 ઓગસ્ટે એટલે કે મંગળવારે સુનાવણી થશે. ભાજપ ધારાસભ્ય મદન દિલાવરે હાઇકોર્ટની ડિવિઝન બેન્ચના 6 ઓગસ્ટના આદેશને પડકારતા સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. તેમની અપીલ છે કે, 14 ઓગસ્ટથી શરુ થઇ રહેલ વિધાનસભા સત્રમાં બસપા ધારાસભ્યોના મતાધિકાર પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
તો બીજી તરફ બસપાએ પણ આ મામલાને હાઇકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવા અપીલ કરી હતી. હવે બંને અરજીઓ પર મંગળવારે સુનાવણી થશે. આ મામલે દિલવારે દલીલ કરી હતી કે, હાઇકોર્ટની સિંગલ બેન્ચ બાદ ડિવિઝન બેન્ચે પણ બસપા ધારાસભ્યોના કોંગ્રેસમાં સામેલ થવા મામલે કોઈ આદેશ આપ્યો નથી અને સ્ટે પણ આપ્યો નથી.