Rajasthan Election 2023: રાજસ્થાનમાં કડક સુરક્ષા હેઠળ મતદાન શરુ, ભાજપ કે કોંગ્રેસ…કોના મસ્તક પર સજશે તાજ?

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આજે કડક સુરક્ષા હેઠળ મતદાન શરુ થઇ ચુક્યું છે. રાજસ્થાનના મુખ્ય ચૂંટણી અધિકારી પ્રવીણ ગુપ્તાએ જણાવ્યું હતું કે રાજ્યમાં કુલ 200માંથી 199 મતવિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થયું છે. શ્રી ગંગાનગરની કરણપુર સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર અને સીટીંગ ધારાસભ્ય ગુરમીત સિંહ કુનારના મૃત્યુને કારણે આ વિસ્તારમાં ચૂંટણી સ્થગિત કરવામાં આવી છે.

રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં કુલ 1862 ઉમેદવારો છે અને મતદારો 5,25,38,105 છે. જેમાં 18-30 વર્ષની વયજૂથના 1,70,99,334 મતદારો છે. જેમાંથી 22,61,008 મતદારો પ્રથમ વખત મતદાન કરશે. રાજ્યમાં કુલ મતદાન મથકોની સંખ્યા 36,101 છે. શહેરી વિસ્તારોમાં કુલ 10,501 મતદાન મથકો અને ગ્રામીણ વિસ્તારોમાં 41,006 મતદાન મથકો છે. કુલ 26,393 મતદાન મથકો પર લાઈવ વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન માટે અનામત સહિત 65,277 બેલેટ યુનિટ, 62,372 કંટ્રોલ યુનિટ અને 67,580 VVPAT મશીનોનો ઉપયોગ કરવામાં આવશે.

 

 

રાજ્યમાં શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે કુલ એક લાખ, બે હજાર 290 સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. કુલ 69,114 પોલીસ કર્મચારીઓ, 32,876 રાજસ્થાન હોમગાર્ડ, ફોરેસ્ટ ગાર્ડ અને RAC કર્મચારીઓ તેમજ CAPFની 700 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.