રાહુલે કહ્યું- નવા કૃષિ બિલથી ખેડૂતો રાજી હોત તો પ્રદર્શન શા માટે કરત, અમારી સરકાર બની તો આ કાળા કાયદાને કચરાપેટીમાં ફેંકીશું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવા કૃષિ બિલનો વિરોધ કરી રહેલા ખેડૂતોને સમર્થન આપવા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રવિવારે પંજાબ ગયા છે. રાહુલે કહ્યું હતું કે આ કાયદાને કોવિડ મહામારીના સમયમાં લાગુ કરવાની શું જરૂર હતી? તેમણે ખેડૂતોને કહ્યું હતું કે હું તમને વિશ્વાસ આપું છું કે જ્યારે કોંગ્રેસ સત્તા પર આવશે તો અમે આ ત્રણય કાયદાને ખતમ કરી દઈશું અને તેને કચરાપેટીમાં ફેંકી દઈશું.

રાહુલ અહીં ખેડૂતોના સમર્થનમાં ત્રણ દિવસ ટ્રેક્ટર રેલી કરશે. રાહુલ સાથે મોગામાં પંજાબના CM અમરિંદર સિંહ, કેસી વેણુગોપાલ, હરીશ રાવત અને નવજોત સિદ્ધુ પણ હતા.

રાહુલે કહ્યું-કાયદા અંગે ગૃહમાં ચર્ચા કેમ ન કરાય?

  • રાહુલે કહ્યું- જો તમારે કોઈ કાયદો લાગુ કરવો છે તો પહેલા તમારે તેના વિશે રાજ્યસભા અને લોકસભામાં ચર્ચા કરવી જોઈતી હતી.
  • “પ્રધાનમંત્રી કહે છે કે આ બિલ ખેડૂતો માટે બનાવાયું છે. જો આવું હોય તો ગૃહમાં ચર્ચા કેમ ન કરાય.”
  • “જો ખેડૂતો આ કાયદાથી ખુશ છે તો સમગ્ર દેશમાં તેનો વિરોધ કેમ થઈ રહ્યો છે. પંજાબમાં દરેક ખેડૂત આ બિલનો વિરોધ કેમ કરી રહ્યો છે.”
  • મોગામાં રેલી પહેલા રાહુલે કહ્યું કે કાયદો એ ખેડૂતો સાથે દગો છે. આ કાયદાની મદદથી 23 અબજોપતિઓની નજર ખેડૂતોની જમીન અને પાક પર છે.
  • “વર્તમાન સિસ્ટમમાં ખામીઓ છે. તેને બદલવાની જરૂર છે. પરંતુ તેને નાબૂદ કરવાની જરૂર નથી. પ્રધાનમંત્રી મોદી તેને નાબૂદ કરવા માંગે છે.”

રાહુલે કહ્યું કે હું યુપી ગયો હતો. ત્યાં એક છોકરીની હત્યા કરવામાં આવી. જે લોકોએ છોકરીની હત્યા કરી, તેની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જે પરિવારની પુત્રીને મારવામાં આવી, તેને તેના ઘરમાં જ કેદ કરવામાં આવ્યો. DM અને CM તે લોકોને ધમકાવી રહ્યાં છે. ભારતમાં આ જ સ્થિતિ છે. અપરાધીઓને કઈ થતું નથી, પીડિતની વિરુદ્ધ એક્શન લેવામાં આવે છે.

સિદ્ધુએ તેની પાર્ટીની સરકાર પર સવાલ ઉઠાવ્યા

  • નવજોત સિંહ સિદ્ધૂએ કહ્યું- ખેડૂત દેશની કરોડરજ્જુ છે. ખેડૂતોની વિરુદ્ધની કોઈ પણ કાર્યવાહીને સાખી લેવામાં આવશે નહી. તેનાથી આ ક્ષેત્રમાં કામ કરતા 30 હજાર લોકો અને 5 લાખ મજૂરો બરબાદ થશે.
  • હિમાચલની સરકાર સફરજન પર એમએસપી આપી શકે છે તો પંજાબ સરકાર તેની MSP કેમ ન આપી શકે. પંજાબ સરકાર સેકડો કરોડો રૂપિયાની દાળ અને તલનું ઈમ્પોર્ટ કરે છે. તો ખેડૂતો તેને શા માટે ઉપજાવી શકતા નથી.

કૃષિ કાયદા પર પંજાબમાં રાજકારણ ગરમાયું
કૃષિ કાયદાને લઈને પંજાબમાં રાજકારણ ગરમાયું છે. 31 કિસાન યુનિયન આ કાયદાના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. જ્યારે રાજકીય દળોની નજર પણ હવે ખેડૂતોની વોટ બેન્ક પર છે. હરસિમરત કોર પણ હવે મંત્રી પદ પરથી રાજીનામુ આપીને કાયદાના વિરોધમાં ઉતરી ચૂકી છે. શિઅદે ભાજપનું ગઠબંધન તોડી દીધું છે. આ રીતે આમ આદમી પાર્ટી પણ ખેડૂતોના પક્ષમાં છે.

કોંગ્રેસની રેલી પહેલા જ શિઅદ અધ્યક્ષ સુખબીર બાદલે કોંગ્રેસની રેલી પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ચૂંટણી ઢઢેરામાં લોકોને વાયદો આપ્યો હતો કે જો કોંગ્રેસ સરકાર આવે છે તો પંજાબમાં પ્રાઈવેટ મંડીઓ ખુલી જશે, ઈ-ફાર્મિંગ, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પણ કરવામાં આવશે. બાદલે કહ્યું કે કૃષિ બિલો પર અધ્યાદેશ શરૂ થયા ત્યારે રાહુલ ગાંધી વિદેશ શા માટે ભાગી ગયા ?


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.