ગેંગરેપ કેસમાં રાહુલ- પ્રિયંકાને હાથરસ જવાની મંજૂરી મળી, માત્ર 5 લોકો સાથે જઈ શકશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

હાથરસ ગેંગરેપ કેસમાં હોબાળા વચ્ચે કોંગ્રેસનેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને હાથરસમાં જવાની મંજૂરી મળી ગઈ છે.તેમની સાથે માત્ર 5 જ વ્યક્તિ જઈ શકશે. પણ રાહુલ અને પ્રિયંકા તમામ 35 સાંસદોને લઈ જવા માગે છે. તેમના કાફલામાં કોંગ્રેસના 35 સાંસદ પણ જોડાશે. રાહુલે ટ્વીટ કર્યું છે કે દુનિયાની કોઈ શક્તિ મને પીડિત પરિવારને મળતાં રોકી નહીં શકે. તો આ તરફ પ્રિયંકા ગાંધીએ પણ કહ્યું કે, આ વખતે પણ નહીં જવા દે તો ફરી પ્રયાસ કરીશું. દિલ્હીના નોઈડા ફ્લાઈવે પર મોટી સંખ્યામાં પોલીસદળના જવાન તહેનાત છે, રસ્તામાં બેરિકેડ લગાવી દેવાયા છે.

આ પહેલાં ગુરુવારે રાહુલ અને પ્રિયંકાને હાથરસ જતી વખતે ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે પર રોકવામાં આવ્યાં હતાં. બંનેની યુપી પોલીસે ધરપકડ કરી લીધી હતી. પોલીસે તેમને કહ્યું હતું કે તમે કલમ 188નો ભંગ કર્યો છે.

પોલીસે રાહુલ ગાંધીનો કોલર પકડ્યો હતો અને ધક્કામુક્કીમાં તેઓ નીચે પણ પડી ગયા હતા. એ સમયે રાહુલના હાથમાં થોડી ઈજા પણ થઈ હતી. રાહુલ અને પ્રિયંકાની 4 કલાક અટકાયત કર્યા પછી તેમને છોડી મૂકવામાં આવ્યાં હતાં. બંને હાથરસના બુલીગઢ ગામ જઈને ગેંગરેપ પીડિત પરિવારને મળવા માગતાં હતાં.

પોલીસ આજે રાહુલને ફરી રોકશે, કારણ કે સમગ્ર હાથરસ જિલ્લામાં 144 કલમ લાગુ કરી દેવામાં આવી છે. સીમા સીલ કરી દેવામાં આવી છે અને કોઈને પણ ગેંગરેપ પીડિતના ગામ (બુલીગઢ)માં એન્ટ્રી આપવામાં આવતી નથી. મીડિયાને પણ અંદર જવા દેવામાં આવતું નથી. પોલીસનું કહેવું છે કે મીડિયાએ SITની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી રાહ જોવી પડશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.