14000 ફૂટ ઊંચાઈથી રાહુલે પોતાનાં પિતા રાજીવ ગાંધીને આપી શ્રદ્ધાંજલિ, જયંતિ પર આવી રીતે કર્યા પિતાને યાદ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

આજે, 20 ઓગસ્ટે પુર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની જયંતી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતાનાં પિતાને પેંગોંગ લેકથી શ્રદ્ધાંજલી આપી. આના માટે લેક પાસે સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. પુર્વ પીએમની તસવીરોની સાથે અહીં પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે. આ સાથે રાહુલે સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કરીને લખ્યું, ” પાપા, આપકી આંખો મેં ભારત કે લીયે જૉ સપને થે, ઈન અનમોલ યાદો સે છલકતે હે. આપકે નિશાન મેરા રસ્તા હે – હર હિંદુસ્તાની કે સંઘર્ષો ઓર સપનો કો સમજ રહા હું, ભારત માં કી આવાજ સુન રહા હું.” રાજીવ ગાંધીને યાદ કરવાં માટે અહી મોટી સંખ્યામાં લોકો જોડાવવાની આશા છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે પેંગોંગ લેક રાજીવ ગાંધીને ખૂબ પસંદ હતું. તે આ તળાવને વિશ્વની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક માને છે. જમ્મુ-કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિકાર રસૂલ વાનીએ કહ્યું કે આજે રાહુલ ગાંધી સાથે ઘણા વધુ લોકો પેંગોંગ લેક પહોંચશે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે દિલ્હીમાં વીર ભૂમિ પહોંચ્યા હતા. તેણે ફૂલો અર્પણ કર્યા. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી અને તેમના પતિ રોબર્ટ વાડ્રા પણ તેમની સાથે પહોંચ્યા હતા.

કોંગ્રેસ પાર્ટી તરફથી X હેન્ડલ પર રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. પાર્ટી વતી કહેવામાં આવ્યું હતું કે, “21મી સદીના ભારતના સર્જક રાજીવ ગાંધીને ‘ફાધર ઓફ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી’ કહેવામાં આવે છે. શ્રેષ્ઠતા સમાન નેતા, તેમની દૂરદર્શિતાએ ભારતીય રાજકારણ પર અમીટ છાપ છોડી. ભારતના સૌથી યુવા વડા પ્રધાનને અમારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ, જેમણે દેશને હંમેશ માટે બદલી નાખ્યો.

રાહુલ ગાંધી ગઈકાલે બાઇક દ્વારા 130 કિલોમીટરની મુસાફરી કરીને 14,271 ફૂટની ઉંચાઈએ પેંગોંગ લેક પહોંચ્યા હતા. તેણે અહીં ટુરિસ્ટ કેમ્પમાં રાત વિતાવી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગતરોજ ઘાટીઓમાં બાઇક ચલાવતા જોવા મળ્યા હતા. તેઓ 17-18 ઓગસ્ટના રોજ બે દિવસીય પ્રવાસ પર લેહ-લદ્દાખ ગયા હતા પરંતુ તેમની મુલાકાત લંબાવવામાં આવી છે. તેની પાસે કેટલીક મીટિંગ શેડ્યૂલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.