રાહુલ ગાંધીનો સરકારને સવાલ- સૈનિકોને હથિયાર વગર શહીદ થવા કેમ મોકલી દીધા, ચીનની આપણા જવાનોને મારવાની હિંમત કેવી રીતે થઈ?

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગલવાન ઘાટની ઘટના અંગે ફરી એકવાર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ટિ્વટ કરીને કહ્યું કે, સરકારે હથિયાર વગર જવાનોને શહીદ થવા માટે કેમ મોકલી દીધા? ચીનની હિંમત કેવી રીતે થઈ કે તે આપણા જવાનોને મારી શકે?
રાહુલે બુધવારે વડાપ્રધાન પર નિશાન સાધ્યું હતું. રાહુલે પુછ્યું હતું કે, મોદી ચુપ શા માટે છે? આ ઘટનાને શા માટે છુપાવી રહ્યા છે?

રાહુલે ગુરુવારે એક ટિ્વટ કર્યું હતું જેમાં તેમણે સરકાર પણ નિશાન સાધ્યું હતું. કહ્યું કે, આપણા હથિયાર વગરના સૈનિકોની હત્યા કરવાની ચીનની હિંમત કેવી રીતે થઈ. હથિયાર વગર આપણા સૈનિકોને શહીદ થવા માટે કોણે મોકલ્યા હતા.

રાહુલે બુધવારે પણ એક ટિ્વટ કર્યું હતું. જેમાં સીધું વડાપ્રધાન પર નિશાન સાધી તેમણે ગલવાન ઘાટીની ઘટનાનો જવાબ માંગ્યો હતો. રાહુલે કહ્યું હતું કે, મોદી ચુપ કેમ છે? આ ઘટનાને તેઓ છુપાવી કેમ રહ્યા છે? હવે બવ થયું, અમને પણ ખબર પડવી જોઈએ કે ત્યાં થયું છે શું? રાહુલે કહ્યું કે, ચીનની આપણા સૈનિકોને મારવા અને આપણી જમીન પર આવવાની હિંમત કેવી રીતે થઈ ?

બુધવારે જ રાહુલે વધુ એક ટિ્વટ કર્યું. આ વખતે તેમણે રક્ષામંત્રી રાજનાથને ટેગ કરીને સવાલ પુછ્યા હતા. રાહુલે પુછ્યું હતું કે, તમે ચીનનું નામ કેમ ન લીધું. શોક વ્યક્ત કરવામાં બે દિવસ કેમ લાગ્યા. જ્યારે સૈનિક શહીદ થઈ રહ્યા હતા તો તમે રેલી શા માટે કરી રહ્યા હતા. તમે સંતાઈ કેમ રહ્યા છો?

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બુધવારે કહ્યું હતું કે, ચીનની આવી હરકતથી આખા દેશમાં આક્રોશ છે. વડાપ્રધાને દેશને જણાવવું જોઈએ કે ચીનની આવી હિંમત કેવી રીતે થઈ. ચીને ભારતની જમની પર કબ્જો કર્યો. આપણા ૨૦ જવાન કેવી રીતે શહીદ થયા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.