રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ રાજસ્થાન થી ગુજરાતમાં એન્ટ્રી લેશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

લોકસભાની ચૂંટણીને લઇને તમામ રાજકિય પાર્ટીઓ પ્રચારના કામે લાગી ગઇ છે ત્યારે કોંગ્રેસે પણ  ભારત ન્યાય યાત્રા શરૂ કરી છે. આ ન્યાય યાત્રા આજે ગુજરાતમાં પ્રવેશ કરશે. રાજસ્થાનથી બપોરે ગુજરાતમાં એન્ટ્રી લેશે. રાહુલ ગાંધીની આ યાત્રા ગુજરાતમાં 4 દિવસમાં 7 જીલ્લાઓમાં 400 કિલોમીટરથી વધુ પ્રવાસ કરશે. કોંગ્રેસ આદિવાસી મત બેંકને વધુ મજબૂત કરવા માટે પહેલા આદિવાસી પટ્ટાની બેઠકો પરથી યાત્રા નીકળશે,કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ગુરૂવારે ગુજરાતમાં પ્રવેશી રહી છે, જે પહેલાં રાજસ્થાનના બાંસવાડા ખાતે જાહેરસભાને સંબોધિત કરશે. પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે, ત્રણ રાત્રી અને ચાર દિવસના પ્રવાસ દરમિયાન ગુજરાતની 26માંથી 14 લોકસભા બેઠક આવરી લેવાનો નિર્ઘાર છે.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ તા. 14મી જાન્યુઆરીએ મણિપુરથી મુંબઈની ‘ભારત જોડો ન્યાયયાત્રા’ની શરૂઆત કરી હતી. પક્ષનું કહેવું છે કે આ યાત્રાનો હેતુ યુવા, ભાગીદારી, નારી, કિસાન અને શ્રમિકોને ન્યાય અપાવવાનો છે.આ યાત્રા 66 દિવસ દરમિયાન છ હજાર 700 કિલોમીટરનો પ્રવાસ ખેડશે અને તે 15 રાજ્યમાંથી પસાર થશે. પહાડી, દુર્ગમ અને વનવિસ્તારોમાંથી યાત્રા પસાર થવાની હોવાથી યાત્રા માટે વાહન અને પદયાત્રા એમ હાઈબ્રીડ માધ્યમ અપનાવવામાં આવ્યું છે.

( 8 માર્ચના  દિવસે યાત્રાનો કાર્યક્રમ ) 

દાહોદથી સવારે 10 વાગ્યે લીંમખેડા પહોંચશે યાત્રા
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે યોજાશે કાર્યક્રમ
ન્યાયયાત્રા સવારે 11 વાગ્યે યાત્રા પહોંચશે પીપલોદ જ્યાં યાત્રાનું થશે સ્વાગત
11.30 વાગ્યે પંચમહાલના ગોધરા ખાતે પહોંચશે યાત્રા
બપોરના ભોજન બાદ 2 વાગ્યે યાત્રા પહોંચશે હાલોલ
હાલોલ ખાતે પદયાત્રા કોર્નર મિટિંગ અને સ્વાગતનું આયોજન
હાલોલથી યાત્રા પહોંચશે પાવાગઢ જ્યાં દર્શન કરી શકે છે રાહુલ ગાંધી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.