બુલેટ બાઈક ચલાવતા જોવા મળ્યા રાહુલ ગાંધી ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની અધ્યક્ષતાવાળી ભારત જોડો યાત્રા રવિવારે મધ્યપ્રદેશના સૌથી મોટા શહેર ઈન્દોર પહોંચી. આ દરમિયાન રાહુલ ગાંધી બુલેટ બાઈક ચલાવતા જોવા મળ્યા. આનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
યાત્રામાં સમાજના અલગ-અલગ તબક્કાના લોકોની સાથે-સાથે એક દિવ્યાંગ વ્યક્તિ પણ યાત્રામાં સામેલ થયા અને રાહુલ ગાંધી થોડી વાર માટે તેમની વ્હીલચેર પણ ચલાવતા જોવા મળ્યા. યાત્રામાં ભાગ લીધા બાદ દિવ્યાંગ મનોહરે જણાવ્યુ કે તેમણે રાહુલ ગાંધીને કહ્યુ કે હવે દેશ બદલવો જોઈએ.
ભારત જોડો યાત્રા રવિવારે મધ્ય પ્રદેશમાં પાંચમાં દિવસમાં પ્રવેશી. જેમાં સામેલ લોકોએ ડો. ભીમરાવ આંબેડકરની જન્મસ્થળ મહુમાં રાત્રિ રોકાણ બાદ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં પદયાત્રાનો પ્રારંભ કર્યો. યાત્રા રાઉના ઉપનગરીય વિસ્તારથી પસાર થતા ઈન્દોર પહોંચી. રાઉમાં યાત્રાના સ્વાગત માટે લાલ કાર્પેટ બિછાવેલુ હતુ.