રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીએ મિલાવ્યો હાથ, જુઓ…લોકસભામાં જોવા મળેલી ખાસ તસવીર

ગુજરાત
ગુજરાત

PM નરેન્દ્ર મોદીએ આજે ​​સંસદમાં વિપક્ષને હરાવ્યા છે. એનડીએના ઉમેદવાર ઓમ બિરલાએ લોકસભા અધ્યક્ષની ચૂંટણી જીતી લીધી છે. ઓમ બિરલા 18મી લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા છે. સ્પીકર તરીકે ચૂંટાયા બાદ વડાપ્રધાન મોદી પોતે ઓમ બિરલાને પોતાની સીટ પર લાવ્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસના નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ એક્શનમાં જોવા મળ્યા હતા. તેમણે સૌથી પહેલા ઓમ બિરલાને અભિનંદન પાઠવ્યા હતા. આ પછી તેણે પીએમ મોદી સાથે હાથ પણ મિલાવ્યો હતો. બંને નેતાઓએ એકબીજા સાથે ઉષ્માભેર હાથ મિલાવ્યા હતા.

ઐતિહાસિક ક્ષણ કેમેરામાં કેદ

તમને જણાવી દઈએ કે એવી પરંપરા રહી છે કે ગૃહના નેતા એટલે કે વડાપ્રધાન અને વિપક્ષના નેતા લોકસભાના અધ્યક્ષ પદ માટે ચૂંટાયેલા સાંસદને તેમની બેઠક પરથી સ્પીકરની ખુરશી સુધી લઈ જાય છે. જ્યારે સાંસદ ઓમ બિરલા સ્પીકર તરીકે ચૂંટાયા ત્યારે વડાપ્રધાન મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી તેમની બેઠક પર ગયા હતા. આ દરમિયાન પીએમ મોદી અને રાહુલ ગાંધીએ હાથ મિલાવ્યા હતા. આ એક ઐતિહાસિક ક્ષણ હતી. ગૃહમાં આ દ્રશ્યે તમામ સાંસદોનું ધ્યાન ખેંચ્યું હતું. ઓમ બિરલા સ્પીકરની ખુરશી પાસે પહોંચ્યા બાદ પ્રોટેમ સ્પીકર ભરતરિહરિ મહતાબે કહ્યું કે આ તમારી ખુરશી છે, તમારે તેને સંભાળવી જોઈએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.