રાધિકા અને અનંતના લગ્નની કંકોત્રીથી થઇ સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ ફોટોઝ

ગુજરાત
ગુજરાત

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે 12મી જુલાઈના રોજ લગ્ન કરવાના છે. હવે અંબાણી પરિવારે દરેકને કાર્ડલગ્નનું કાર્ડ આપવાનું શરૂ કરી દીધું છે. આ દરમિયાન અનંત અંબાણીના લગ્નનું કાર્ડ વાયરલ થઈ રહ્યું છે અને તેને જોઈને તમે પણ દંગ રહી જશો. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનું આમંત્રણ કાર્ડ લાલ કપડાના આકારમાં બારીકાઈથી તૈયાર કરવામાં આવ્યું છે. કાર્ડ ખોલ્યા પછી તમે તેની અંદર ચાંદીનું મંદિર  જોઈ શકો છો. મંદિરમાં ભગવાન ગણપતિ, રાધા-કૃષ્ણ અને દેવી દુર્ગાની મૂર્તિઓ છે. મંદિરના ઉપરના ભાગમાં નાની ઘંટડીઓ પણ સ્થાપિત છે. મંદિર અસલી ચાંદીથી બનેલું છે અને તેમાં સુંદર કોતરણી છે.

અનંત રાધિકાના લગ્નની ઉજવણી ત્રણ દિવસ સુધી ચાલશે. હવે અનંત અને રાધિકાના લગ્નના કાર્ડનો વીડિયો સામે આવ્યો છે, લગ્ન પહેલા અનંત અને અંબાણી પરિવારે લગ્નના કાર્ડનું વિતરણ શરૂ કરી દીધું છે. તાજેતરમાં જ નીતા અંબાણી પોતાના પુત્રના લગ્ન માટે બાબા વિશ્વનાથને આમંત્રણ આપવા કાશી આવી હતી. હવે અનંત-રાધિકાના લગ્નના કાર્ડની એક ઝલક પણ સામે આવી છે. અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નનું કાર્ડ સ્મૃતિ રાકેશે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યું હતું.

શું છે કંકોત્રીમાં?

જો આપણે કાર્ડની ઝલક પર એક નજર કરીએ તો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનું આમંત્રણ ખૂબ જ ખાસ શૈલીમાં તૈયાર કરવામાં આવ્યું છે. LED લાઇટોથી સજ્જ લાલ રંગના બોક્સમાં ચાંદીનું મંદિર છે, જેની દરેક બાજુએ એક એક દેવતા બિરાજમાન છે. વીડિયોમાં જોઇ શકાય છે કે મંદિરની એક બાજુએ ભગવાન વિષ્ણુ, ત્યારબાદ ગણેશજી, એ પછી રાધા-કૃષ્ણ અને ચોથી દિશાએ સિંહ પર બિરાજમાન અંબા માતા છે. અત્યંત સુંદર કોતરણીઓથી સજ્જ આ મંદિરના ઉપરના ભાગમાં છત્ર અને ઘંટડીઓ પણ બેસાડવામાં આવી છે. અનંત-રાધિકાના અક્ષરોવાળો જાળીદાર હાથરૂમાલ અને પૂજાવિધિ માટે એક મોરપિચ્છ રંગનો એક હેન્ડલૂમનો સ્કાર્ફ આપવામાં આવ્યો છે. આમંત્રણ કાર્ડના પાને પાને કાર્યક્રમની વિગતો ઉપરાંત સુંદર કોતરણી સાથે દેવી-દેવતાઓની છબિઓ જોઇ શકાય છે. પ્રથમ પેજ પર ભગવાન નારાયણની ટૂંક સમયમાં લગ્ન થનાર દંપતી રાધિકા અને અનંત પર તેમના આશીર્વાદ વરસાવતાં ચિત્ર છે. આગળનું પૃષ્ઠ વર અને કન્યાની વિગતો સાથે લાલ રંગમાં બનાવવામાં આવ્યું છે. અનંત-રાધિકાના લગ્નના કાર્ડમાં મહેમાનો માટે ખાસ ભેટ પણ હતી. લાલ બોક્સમાં ચાંદીનું મંદિર હતું જેમાં ભગવાન ગણપતિ, રાધા-કૃષ્ણ અને દેવી દુર્ગાની સોનાની મૂર્તિઓ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.